Western Times News

Gujarati News

દસ્તાવેજની નોંધણી વખતે BU કે પ્લાનની કોપીની જરૂર પડશે નહિં

નોંધણી સર નિરીક્ષકના પરીપત્રમાં કોપી આપવાની સુચના બાદ મહેસુલ મંત્રી સમક્ષ રજૂઆત

(એજન્સી)અમદાવાદ, દસ્તાવેજની નોધણી વખતે બીયુ પરમીશન અને પ્લાનની કોપી માગવાવ અંગે તાજેેતરમાં નોધણી સર નીરીક્ષક દ્વારા પરીપત્ર કરવામાં આવ્યો હતો. આ પરીપત્ર બાદ દસ્તાવેજની નોધણીમાં પ્રજાને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી આ બાબતે રાજયના મહેસુલમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતના પગલે મહેસુલ મંત્રી દ્વારા દસ્તાવેજની નોધણી વખતે બીન ખેતી હુકમ બીયુ પરમીશન અને મંજુર લે આઉટ પ્લાન ફરજીયાતના બદલે મરજીયાત ગણવા અંગે અધિકારીઓને સુચના આપી હતી. આમ દસ્તાવેજ નોધણી વખતે હવે બીયુ પરમીશન કે પ્લાનની કોપી માંગવામાં આવશે નહી તેમ સુત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજયના નોધણી સર નીરીક્ષક દ્વારા પરીપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં દસ્તાવેજ નોધણી વખતે બિનખેતીના હુકમની તથા બીયુ પરમીશન તેમજ મંજૂર લે આઉટ પ્લાન વગેરેની માંગણી કરવામાં આવી હતી. આ પરીપત્રના અનુસંધાને દસ્તાવેજની નોધણી સમયે પ્રજાને પડતી મુશ્કેલીઓઅ બાબતે મહેસુલ મંત્રી તથા કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી.

જેમાં વિવિધ અધિકારીઓ ઉપરાંત વિવિધ એસો.ના પ્રમુખ પણ ઉપસ્થિત રહયા હતા. જેમાં તાજેતરમાં અમલમાં આવેલી રજીસ્ટ્રેશન સુધારા તથા નવા ફોર્મ નં.૧ના કારણે દસ્તાવેજની નોધણી સમયે પ્રજાને ખુબ જ મુશ્કેલીઓ પડતી હોવાની રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆતના પગલે નવીનીકરણ ફોર્મ નંબર-૧માં બિન ખેતીના હુકમની બીયુ પરમીશન તથા મંજુર લે આઉટ પ્લાન વગેરેનેી માગણી કરવામાં આવેલી હતી તે બાબતે મહેસુલ મંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.

મહેસુલ મંત્રીએ પ્રજાને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને દસ્તાવેજ નોધણી વખતે બિનખેતીના હુકમ બીયુ, પરમીશન તથા મંજુર લેઆઉટ પ્લાન વગેરે ફરજીયાત નહી પરંતુ મરજીયાત ગણવાના રહેશે. તેવી સુચના જે તે વિભાગના અધિકારીઓને આપી હતી.

ઉપરાંત ચેકલીસ્ટ બાબતે થયેલી રજુઆતનો પણ બે દિવસમાં વ્યવહારૂ નિકાલ કરવા માટે અધિકારીઓને સુચના આપી હોવાનું જાણવા મળે છે. આમ મહેસુલ મંત્રી દ્વારા દસ્તાવેજની નોધણી વખતે પડતી મુશ્કલીઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.