Western Times News

Gujarati News

પરિણીત મહિલા ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકે છે, જાણો છો!!

પ્રતિકાત્મક

આવકવેરા વિભાગના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સોનું ક્યાંથી આવ્યું તેનો માન્ય સ્ત્રોત અને પુરાવા આપે તો તે ઇચ્છે એટલું સોનું ઘરમાં રાખી શકે છે, પરંતુ કોઈ વ્યક્તિ આવકનો સ્ત્રોત જણાવ્યા વગર સોનું ઘરમાં રાખવા માંગે છે તો તેના માટે એક મર્યાદા નક્કી છે.

નિયમ પ્રમાણે પરિણીત મહિલા ઘરમાં 500 ગ્રામ, અપરિણીત યુવતી 250 ગ્રામ અને પુરુષ ફક્ત 100 ગ્રામ  સોનું પુરાવા વગર રાખી શકે છે. ત્રણેય કક્ષામાં નિર્ધારીત મર્યાદામાં ઘરમાં સોનું રાખવા પર ઇન્કમટેક્સ સોનાના આભૂષણ ઘરમાંથી જપ્ત નહીં કરે.

સીબીટીડીએ પહેલી ડિસેમ્બર, 2016ના રોજ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈને વારસામાં મળેલું તેમજ તેની પાસે રહેલા અન્ય સોનું ક્યાંથી આવ્યું તેનો પુરાવો હોય તો તે ગમે એટલા પ્રમાણમાં સોનું અથવા સોનાની જ્વેલરી રાખી શકે છે.

ગમે તેટલું સોનું ખરીદી શકાય તેવી માન્યતા : ભારતમાં લોકોને પોતાના પૂર્વજો અને સંબંધીઓ પાસેથી બિલ વગરનું સોનું મળે છે. જો તેમને ભેટ સ્વરૂપે 50,000 રૂપિયાથી ઓછી કિંમતની ગોલ્ડ જ્વેલરી કે પછી વારસામાં ગોલ્ડ, ગોલ્ડ જ્વેલરી કે ઘરેણા મળે છે તો તે ટેક્સેબલ નથી. પરંતુ આવા કેસમાં પણ સાબિત કરવું પડશે કે આ સોનું ભેટમાં મળ્યું છે.

લગ્ન પ્રસંગે ફેમિલીમાં કોઈ વ્યક્તિ તરફથી મળેલું સોનું કે સોનામાંથી બનેલી જ્વેલરી 50000થી ઓછી કિંમતનું હોય તો તેની પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી.

જાણકારોના જણાવ્યા પ્રમાણે બિલ કે પુરાવા સાથે સોનું રાખવામાં આવે તો કોઈ સમસ્યા નથી પરંતુ આની જાણકારી ઇન્કમટેક્સ વિભાગને આપવી જોઈએ. ભારતીયોમાં સોનાને લઈને એક એવી માન્યતા છે કે તેઓ ગમે તેટલું સોનું ખરીદી શકે છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે.

આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.