Western Times News

Latest News from Gujarat India

સારા અને ઈબ્રાહિમ અલી ખાન સાથે ખૂબ જ સારા સંબંધો છે

મુંબઈ, કરીના કપૂર અગાઉ આપેલા ઘણા ઈન્ટરવ્યૂમાં સ્વીકારી ચૂકી છે કે, સૈફ અલી ખાન સાથે લગ્ન થયા બાદ તે એકપણ વખત અમૃતા સિંહને મળી નથી. જાે કે, એક્ટ્રેસના તેના બંને બાળકો- સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન સાથે ખૂબ જ સારા સંબંધો છે.

તેઓ ઘણીવાર કપલના ઘરે પાર્ટી કરતાં જાેવા મળે છે. હાલમાં જ કરીના કપૂર આમિર ખાન સાથે કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણ ૭ની મહેમાન બની હતી. જ્યાં તેને સૈફ અને અમૃતા સિંહના બંને બાળકો સાથે તેનું બોન્ડિંગ કેવું છે તે વિશે સવાલ કરવામાં આવ્યો હતો.

ઈબ્રાહિમ અલી ખાને કરણ જાેહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાણીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ફિલ્મમેકરે તે સેટ પર કરીના સાથે કેવી રીતે કેઝ્‌યુઅલી વાત કરતો હતો તે દિવસને યાદ કર્યો હતો અને સારા તો બેબોની સૌથી મોટી ફેન બનીને મોટી થઈ હોવાનું કહ્યું હતું.

મને યાદ છે કે, કભી ખુશી કભી ગમના ટ્રાયલ વખતે, સારા તેની મમ્મી પાછળ છુપાઈ ગઈ હતી’, તેમ કરીનાએ યાદ કરતાં કહ્યું હતું. ‘અમૃતા કહી રહી હતી કે, સારાને એક તસવીર લેવી છે કારણ કે તે મોટી ફેન છે. તેને દ્ભ૩ય્ની પૂ ખૂબ ગમી હતી. પરંતુ લોકો આટલી ચર્ચા કેમ કરે છે તે મને સમજાતું નથી. અમે પરિવાર છીએ અને જેમ આમિરે કહ્યું તેમ, જાે પ્રેમ અને સન્માન હોય તો તે પૂરતું છે. તેઓ સૈફના બાળકો છે, તેઓ તેની પ્રાથમિકતા છે, તેમ તેણે કહ્યું હતું.

કરીનાએ આગળ સવાલ કર્યો હતો કે, ‘તેને કેમ મુશ્કેલ બનાવવું જાેઈએ? દરેક પાસે પોતાનો સમય છે. કેટલીકવાર અમે બધા સાથે હોઈએ છીએ અને તે અદ્દભુત છે. કેટલીકવાર જાે સૈફને એકલો સમય જાેઈએ તો હોય જેમ કે કોફી અથવા બીજું કંઈ તો તે સારા સાથે જાય છે અને તે હંમેશા મને કહે છે. તેઓ ઘણીવાર સાથે વેકેશન પર જાય છે. તેમના બોન્ડિંગ માટે આ મહત્વનું છે.

એક મિત્રએ કહ્યું હતું કે, તેમની પાસે બધું છે, પરંતુ તેમની પાસે પિતા માત્ર એક જ છે. તેથી સૈફ તેના દરેક બાળકને સમય આપે તે જરૂરી છે. મને ખબર નથી પડતી કે, શા માટે તે પણ એક વિચાર છે. લોકો જે રીતે તેની ચર્ચા કરે છે, તેવું મારા મગજમાં ક્યારેય આવ્યું નથી. તે એટલું મુશ્કેલ નથી’.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers