Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૧૬૭ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૧૬૭ નવા કેસ નોંધાયા છે અને ૩૨ સંક્રમિતોના મોત થયા છે.

દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૧,૩૫,૫૧૦ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૬,૭૩૦ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૩૪,૯૯,૬૫૯ લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ ૨૦૬,૫૬,૫૪,૭૪૧ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૩૨,૭૩,૫૫૧ ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ ૬.૧૪ ટકા છે.

૭ ઓગસ્ટે ૧૮,૭૩૮ નવા કેસ નોંધાયા અને ૩૨ સંક્રમિતોના મોત થયા., ૬ ઓગસ્ટે ૧૯૪૦૬ નવા કેસ નોંધાયા અને ૪૯ લોકોના મોત થયા.,૫ ઓગસ્ટે ૨૦,૫૫૧ નવા કેસ નોંધાયા અને ૭૦ સંક્રમિતોના મોત થયા હતા., ૪ ઓગસ્ટે ૧૯,૮૮૯ નવા કેસ નોંધાયા અને ૫૩ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.

૩ ઓગસ્ટે ૧૭,૧૩૫ નવા કેસ નોંધાયા હતા અને ૪૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.,૨ ઓગસ્ટે ૧૩,૭૩૪ નવા કેસ નોંધાયા અને ૩૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.,૧ ઓગસ્ટે ૧૬,૪૬૪ નવા કેસ નોંધાયા અને ૩૯ સંક્રમિતોના મોત થયા હતા.

દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જાેકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં ૫.૪૦ લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં ૨૨ જુલાઈના રોજ સૌથી વધુ ૨૧,૮૮૦ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૨૩ જુલાઈએ મહિનાના સૌથી વધુ ૬૭ સંક્રમિતોના મોત થયા હતા. ૫ જુલાઈએ સૌથી ઓછા ૧૩,૦૮૬ કેસ નોંધાયા હતા.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.