Western Times News

Gujarati News

નિયમથી વિરુદ્ધ ટ્યૂશન થકી કમાણી કરી રહ્યા છે સ્કૂલના શિક્ષકો

અમદાવાદ, આપણે ત્યાં ટ્યૂશન કલ્ચર ઘણા વર્ષોથી ઘણું વધી ગયું છે. સ્કૂલમાં ભણાવતાં હોય તેવા શિક્ષકો પણ ટ્યૂશનમાં જઈને વધારાની કમાણી કરી રહ્યા છે. જાે કે, ઘણા સમય પહેલા જ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ખાનગી ટ્યૂશન ન કરાવી શકે તેવો નિયમ જાહેર કરવામાં આવ્યો હતો, તેમ છતાં ઘણાએ તેને ગંભીરતાથી લીધો નથી.

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા રાજ્યના આવા જ ૧૦૪ જેટલા શિક્ષકોની યાદી બનાવવામાં આવી હતી અને તેને મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને સોંપી હતી.

આ યાદીમાં ગાંધીનગરના ૨૧ શિક્ષક સામેલ છે, જેમાં માત્ર તેમના નામ જ નહીં પરંતુ જે જગ્યાએ ટ્યૂશન કરાવતા હોય તેનું સરનામું પણ આપવામા આવ્યું છે. અસોસિએશને લેખિતમાં રજૂઆત કરીને ખાનગી ટ્યૂશન કરાવી રહેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

જાે કાર્યવાહી નહીં થાય તો આંદોલન પણ કરશે તેવો ઉલ્લેખ કર્યો હતો. રાજ્ય સરકારે ૨૦૦૨માં ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમમાં કરેલા સુધારા અનુસાર શૈક્ષણિક કે બિન શૈક્ષણિક સ્ટાફ ખાનગી ટ્યૂશન કરી શકે નહીં.

સરકાર દ્વારા સંચાલિત કે ટ્રસ્ટ અથવા પાલિકા સંચાલિત શાળાઓના પરિસરમાં શાળીના નક્કી કરેલા સમય સિવાયના સમયમાં ફી લઈને અથવા ફી લીધા વગર ટ્યૂશન ચલાવી શકે નહીં. જાે કે, કેટલાક શિક્ષકો આ નિયમનો ભંગ કરતાં હોવાનું સામે આવ્યું છે.

શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આંતરિક ગુણની લાલચ આપી તેમજ અનેક પ્રકારનું દબાણ કરીને ટ્યૂશનમાં આવવા માટે ફરજ પાડવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતાં ફેડરેશન ઓફ એેકેડેમિક એસોસિએશને રજૂઆત કરી હતી. એસોસિએશને લેખિત રજૂઆતમાં રાજ્યના વિવિધ જિલ્લામાં આવેલી શાળાઓમાં ફરજ ફજાવતા શિક્ષકો અને પ્રવાસી શિક્ષકોની યાદી પણ સોંપી છે.

૧૦૪ શિક્ષકોમાંથી ૨૧ ગાંધીનગરના, ૧૧ રાધનપુરના, ૨ જૂનાગઢના, ૫ ઈડરના અને ૬૫ મહેસાણાના છે. આગામી દિવસોમાં એસોસિએશન અન્ય જિલ્લાના શિક્ષકોની યાદી પણ બનાવશે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હકું કે, ‘એસોસિએશન દ્વારા ટ્યૂશન કરાવતા શિક્ષકોને લઈને છેલ્લા વર્ષમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે.

પરંતુ તેમની સામે કોઈ પગલા લેવાયા નથી. નિયમ મુજબ શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો ટ્યૂશન કરાવી શકે નહીં. તેમ છતાં નિયમનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવાની અમે માગ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.