Western Times News

Gujarati News

અલવરમાં ૭૦ વર્ષની મહિલાએ પુત્રને જન્મ આપ્યો

નવી દિલ્હી, એક મહિલા માટે માતા બનવું એ પોતાનામાં જ એક ખાસ અનુભવ છે. પરંતુ જાે કોઈ મહિલા ૭૦ વર્ષની ઉંમરે માતા બને તો તમે તેને શું કહેશો? રાજસ્થાનમાં પણ કંઈક આવું જ બન્યું છે. રાજસ્થાનમાં ૭૦ વર્ષની એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.

મહિલાને આઈવીએફ પ્રક્રિયાની મદદથી બાળક મળ્યું છે. તેમના ૭૫ વર્ષના પતિ અને પરિવારના અન્ય સભ્યો ઘરમાં બાળકના જન્મથી જ આનંદમાં છે. આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક ડાયરેક્ટર અને એમ્બ્રોલોજિસ્ટ ડૉ. પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ચંદ્રાવતી અને તેના પતિ ગોપી સિંહ ઝુંઝુનુ નજીક સ્થિત હરિયાણા બોર્ડરના સિંઘના ગામના રહેવાસી છે.

અગાઉ તેમણે મોટા મહાનગરોમાં સારવાર કરાવી હતી પરંતુ સફળતા મળી ન હતી. જે બાદ તેઓ અલવર આવ્યા હતા. મહિલાએ લગભગ ૨ વર્ષ પહેલા તેની સારવાર શરૂ કરી હતી અને પછી IVF પ્રક્રિયાના ત્રીજા પ્રયાસમાં તે ગર્ભવતી બની હતી.

તબીબોનું કહેવું છે કે દેશભરમાં આ ઉંમરે બાળકોના જન્મના થોડા જ કિસ્સા છે. રાજસ્થાનનો આ કદાચ પહેલો કિસ્સો છે. જ્યારે ૭૫ વર્ષના પુરૂષ અને ૭૦ વર્ષની મહિલાને સંતાન પ્રાપ્ત થયું છે. ચંદ્રાવતીના પતિ ગોપી સિંહ એક નિવૃત્ત સૈનિક છે, જે ૪૦ વર્ષથી સેનામાંથી નિવૃત્ત છે. બાંગ્લાદેશના યુદ્ધમાં ગોપી સિંહે પણ ગોળી ખાઘી છે અને આજે તેમના ઘરમાં દીવો પ્રગટાવીને ખુશીની ભેટ આવી છે.

ગોપીચંદના ઘરે ૫૪ વર્ષ બાદ પુત્ર જન્મવાની ખુશી ઘરમાં ચમકી રહી છે. ભૂતપૂર્વ સૈનિક ગોપીચંદ પણ તેમના પિતાના એકમાત્ર પુત્ર છે. ગોપીચંદે જણાવ્યું કે તે તેના પિતા નેનુ સિંહનો એકમાત્ર પુત્ર છે. લગ્ન પછી સંતાનો ન હોવાથી ઘર સૂનું સૂનું લાગતું હતું.

તેણે તેની પત્નીની દેશભરની મોટી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી પરંતુ સફળતા મળી ન હતી. આખરે ૫૪ વર્ષ બાદ તેમની પત્નીએ અલવરમાં પુત્રને જન્મ આપ્યો છે. બાળકનું વજન ૨ કિલો ૭૫૦ ગ્રામ છે, ડોકટરોના જણાવ્યા મુજબ તે સ્વસ્થ છે.

ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અગાઉ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખાતું હતું. આ ટ્રીટમેન્ટમાં સ્ત્રીના બીજ અને પુરુષના શુક્રાણુઓ મિક્સ કરવામાં આવે છે. જ્યારે ગર્ભની રચના થાય છે, ત્યારે તેને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા એકદમ જટિલ અને ખર્ચાળ છે, પરંતુ જેઓ ઘણા વર્ષોથી ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ વરદાનરુપ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.