Western Times News

Gujarati News

એકાઉન્ટ ખાલી થઈ જશે, તહેવારોમાં ઓનલાઈન ફૂડની સ્કીમથી ચેતી ચેતજાે

કેટલાંક લેભાગુ તત્ત્વો સોશિયલ મીડિયામાં એક ડિશ પર બે ડિશ ફ્રીં રૂ.૪૦૦ની ડિશ રૂ.૧૦૦માં મળશે તેવી જાહેરાત મૂકી લોકોને જાળમાં ફસાવી રૂપિયા ખંખેરી લે છે

અમદાવાદ, તહેવારોમાં મનપસંદ ભોજન ખાવાના શોખીનો ઓનલાઈન વેબસાઈટ પરથી ફૂડના ઓર્ડર કરતા હોય છે. ઓનલાઈન ઓર્ડર કરનારાના ઘરે ફૂડ થોડી વારમાં પહોંચી જાય છે, બીજી તરફ એક પછી એક તહેવારો આવી રહ્યા છે, જેના કારણે ઓનલાઈન વેબસાઈટ પર નવી નવી સ્કીમ અને ડિસ્કાઉન્ટ આપવાની ઓફર માટેની જાહેરાત જાેવા મળતી હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં ૪૦૦ રૂપિયાની ડિશ ૧૦૦ રૂપિયામાં મળશે તેમજ એક ડિશ પર બે ડિશ ફ્રીમાં મળશે જેવી અનેક પ્રકારની લોભામણી સ્કીમો જાેવા મળે છે ત્યારે કેટલાંક લેભાગુ તત્વો આ તકનો લાભ લઈ રૂપિયા ખંખેરી લેવાનં રેકેટ ચલાવી રહ્યાં છે.

રજાઓના દિવસોમાં તમારા મોબાઈલ તેમજ સોશિયલ મીડિયામાં અવનવી જાહેરાત સાથેની ઘણી લિંક પણ આવતી હોય છે, જેમાં ઘણી આકર્ષક ઓફર જેવી કે સસ્તા ફૂડની લોભામણી સ્કીમો જાેવા મળે છે. ઘણા લોકો ઓનલાઈન ફૂડ મંગાવ્યા બાદ ઠગાઈનો ભોગ બન્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કગરે છે,

પરંતુ તેમને તેનો ઓછા સમયમાં ઉકેલ મળતો નથી. ઓનલાઈન છેતરપિંડી કરનારા લોકો કે છેતરપિંડી કરનારી વ્યક્તિનો કોઈ ચહેરો નથી. તે પાડોશી પણ હોઈ શકે અને સાત સમંદર પારની વ્યક્તિ પણ હોઈ શકે છે. અમદાવાદમાં ખાવાના શોખીન લોકો રજાઓમાં હોટલ-રેસ્ટોરાં કે પછી ફૂડ કોર્ટ પર જમવા માટડે જતા હોય છે,

જાેકે અહીં ભીડ હોવાના કારણે ઘણા લોકો ઘેરબેઠાં મપસંદ જમવાનું મંગાવતા હોય છે ત્યારે સાયબર ગઠિયા આ જ તકનો લાભ લઈ વિવિધ રેસ્ટોરાંના નામે ડુપ્લિકેટ વેબસાઈટ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે અને જાહેરાતોમાં લખે છે કે ડિસ્કાઉન્ટ પર થાળી મળશે. બે ડિશ પર બે ડિશ ફ્રી જેવી અલગ અલગ સ્કીમો બનાવી લોકોને ગઠિયા જાળમાં ફસાવે છે.

ગઠિયા લોકોને જાળમાં ફસાવી લિંક અથવા ક્યૂઆર કોડ સ્કેન કરવાનું કહીને તેમની પાસેથી એડવાન્સ પેમેન્ટના નામે રૂપિયા પડાવી લે છે. કોઈ પણ વ્યક્તિ છેતરપિંડી કરવા માટે વેબસાઈટ બનાવી શકે છે, તેનાથી બચવાનો રસ્તો એ છે કે સોશિયલ સાઈટ્‌સ પર દર્શાવેલી લિંક ન ખોલવી અને ઓનલાઈન શોપિંગ પણ વિશ્વસનીય સાઈટ પરથી જ કરવું જાેઈએ.

જાે તમે ફૂડ સર્વિસ એપ પરથી જમવાનો ઓર્ડર આપ્યો છે અને ઓર્ડર આપવાની સાથે-સાથે ઓનલાઈન પેમેન્ટ પણ કરવામાં આવતું હતું. પરંતુ કોઈ કારણોસર ઓર્ડરની ડિલિવરી થઈ ન હતી, જેથી તમે ગૂગલ પરથી તેની ફૂડ સર્વિસ એપનો કસ્ટમર કેર નંબર લીધો અને ફોન કરો છો ત્યારે કોલ પરની વ્યક્તિએ તમને લિંક મોકલવાનું કહ્યું, તે લિંક ખોલો અને તમારી વિગતો આપો. ત્યારબાદ ગઠિયા રૂપિયા પડાવી લે છે.

ઘણી વખત ગઠિયા ઓર્ડર કેન્સલ કરવાના બહાને તમને એક લિંગ મોકલી આપશે અને તેના દ્વારા તમારા પૈસા તમારા ખાતામાં પાછા આવી જશે આવું કહીને ગઠિયા ઠગાઈ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.