Western Times News

Gujarati News

માથાથી પગ સુધી કાળી શાહીથી રંગાયેલો છે શખ્સ

હવે માથું કપાવીને લખાવ્યું ALIEN

આ વ્યક્તિનું મોડિફિકેશન જાેઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, આ વ્યક્તિને બ્લેક એલિયન પણ કહેવામાં આવે છે

નવી દિલ્હી,દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ બોડી મોડિફિકેશનના શોખીન છે. પહેલાના સમયમાં કાન અને નાક વીંધવાને બોડી મોડિફિકેશન કહેવામાં આવતું હતું. પરંતુ સમય જતાં તેની વ્યાખ્યા બદલાઈ ગઈ. ટેટૂ બનાવનારાઓ સાથે પણ કંઈક આવું જ થયું. પહેલા લોકો શોખ તરીકે શરીર પર એક-બે ટેટૂ કરાવતા હતા.

પરંતુ સમયની સાથે ટેટૂ પ્રત્યે લોકોનો ક્રેઝ વધતો ગયો. હવે એવા ઘણા લોકો છે જેઓ તેમના આખા શરીરને ટેટૂથી ઢાંકી દે છે. ફ્રાન્સમાં રહેતો એન્થોની આવા જ ક્રેઝનો શિકાર બન્યો છે. તેને બ્લેક એલિયન પણ કહેવામાં આવે છે. એન્થોની લોફ્રેડોનું આખું શરીર કાળી શાહીથી રંગાયેલું છે. પરંતુ હવે તેણે જે કર્યું છે તે બધાને ચોંકાવી દીધા છે.

આ વ્યક્તિએ તેના કપાળનું માંસ કાઢીને તેના પર એલિયન લખેલું છે. પોતાના લુકના કારણે એન્થોનીને લોકોના ટોણા પણ સાંભળવા મળે છે. સામાન્ય ટેટૂની જગ્યાએ તેણે પોતાનું આખું શરીર કાળા રંગથી રંગ્યું છે. આ સિવાય તેમાં ઘણા પ્રકારના બોડી મોડિફિકેશન પણ કરવામાં આવ્યા છે. એન્થોનીએ ક્યારેય પોતાની જાતને તેના ટ્રોલર્સની વાતોથી પ્રભાવિત થવા દીધી નથી. તેણે આ વખતે તમામ ફેરફારો પાછળ છોડી દીધા. તેના કપાળ પર એલિયન લખેલું છે.

કાળા કપાળ પર લાલ માંસ લખેલું એલિયન લોકોને ડરામણુ લાગે છે. એન્થોનીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ૧.૩ મિલિયન ફોલોઅર્સ સાથે તેનો લુક શેર કર્યો છે. વ્યક્તિની કાળી ચામડી પર લાલ માંસથી લખેલું એલિયન દરેકને ડરામણું લાગે છે. આ પરાક્રમ પહેલા પણ તેણે ઘણા ફેરફારો કર્યા છે. આમાં તેની જીભને સાપની જેમ કાપવવી, આંખની કીકીને પેઇન્ટ કરાવવી અને ઘણા પ્રકારના પ્રત્યારોપણનો સમાવેશ થાય છે. દેખાવને કારણે નોકરી મળતી નથી.

આ કારણે તેણે શરીર પર લખેલા તેની ઓળખ બની ગયેલા ટેટૂ કરાવવાનું નક્કી કર્યું. સોશિયલ મીડિયા પર નવા લુકની તસવીર શેર કર્યા બાદ લોકોએ અનેક રીતે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. એકે લખ્યું છે કે આ કંઈક વઘારે જ થઈ ગયું છે. તે જ સમયે એક વ્યક્તિએ પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું? લોકો તેના નવા લુકથી ખાસ પ્રભાવિત થયા નથી. પરંતુ એન્થોનીને તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. તે ભવિષ્યમાં પણ આવા ટેટૂ બનાવવા માટે તૈયાર છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.