Western Times News

Gujarati News

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ‘હર ઘર તિરંગા’ યાત્રાનું આયોજન-15 જેટલી એમ્બ્યુલન્સનો કાફલો આ યાત્રામાં જોડાશે

108-ambulence service

પ્રતિકાત્મક

અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે આ યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘ હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 13થી 15 ઓગસ્ટ દરમિયાન સૌ કોઈ દેશવાસીઓને વિશ્વના સૌથી મોટા અભિયાનમાં જોડાવાની અપીલ કરી છે ત્યારે ગુજરાત રાજ્યમાં કપરી પરિસ્થિતિમાં જીવાદોરી રૂપે કાર્યરત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રાનું ફ્લેગ ઓફ અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા કરવામાં આવશે. આ તિરંગા યાત્રામાં 15 જેટલી 108 એમ્બ્યુલન્સનો કાફલો જોડાશે.

આ કાફલાનો રૂટ SGVP ગુરુકુળથી નીકળી , વાષ્ણવદેવીથી યુ ટર્ન મારી સોલા સિવિલથી થલતેજ ચોકડી,  પકવાન ચાર રસ્તા થઈ ઇસ્કોન બ્રીજ નીચેથી આમલી ,બોપલ સર્કલ સુધી ત્યાંથી જમણી બાજુ ઘુમાં ગામથી L&T ટોલ ટેક્ષ થઈ સાણંદ એસ્ટી બસ સ્ટેન્ડ થઈ અમદાવાદ સરખેજ સાણંદ ચોકડી પછી સરખેજ પોલીસ સ્ટેશન, જુહાપુરા , વાસણા , પાલડી, ત્યાર પછી રિવરફ્રન્ટ સુધીનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઓગસ્ટ 2007થી કાર્યરત થયેલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ૨૯ ઓગસ્ટના રોજ 15 વર્ષ પૂર્ણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.