Western Times News

Gujarati News

માલુ ગામે રક્ષાબંધનની ઉજવણી કરવા આવેલ દીકરીએ પોતાના પુત્રને ગુમાવ્યો

વધૂ એક વખત ઘોઘંબા તાલુકાના માલુ ગામે મામાના ઘરે રક્ષાબંધન કરવા આવેલા ભાણીયા ને માનવ ભક્ષી દિપડાએ ફાડી ખાધો

ગોધરા,ઘોઘંબા તાલુકાના માલુ ગામે રક્ષાબંધનની ઉજવણી કરવા આવેલ એક દીકરીએ પોતાના વહાલ છોયા પુત્ર ગુમાવવાનો વારો આવ્યો. માલુ ગામમાં બાળકને દિપડો ઉઠાવી જતા, બાળકનો ધડ અને માથા અલગ અલગ એમ  મૃતદેહ મળી આવ્યો.

ઘોઘંબા પંથકમાં સતત અવાર નવાર માનવ ભક્ષી દીપડા દ્વારા હુમલા કરવાની ઘટના બની રહી છે અને ઘણી વાર માનવભક્ષી  દીપડાઓ દ્વારા માનવ પર હુમલા કરવામાં આવે છે એવી અગાઉ પણ થોડા દિવસો પહેલા જ આજ વિસ્તારમાં આવેલા વાવકુંડલી ગામે 8 માસના એક બાળક ને દિપડાએ પોતાનો શિકાર બનાવ્યું હતું . આજે  વધુ એક માસૂમ બાળક આ આદમ ખોર દીપડાનો શિકાર બન્યો છે.

માલુ ગામના રાઠવા ફળિયામાં રહેતા કલસિંગભાઈ ઢેડિયાભાઈ રાઠવાના ઘરે તેઓની પુત્રી અને  પુત્ર કે જેઓ ભીખાપુરાના મુવાડા ગામે રહે છે.રક્ષાબંધન નો તહેવાર હોય તો આ તહેવાર મનાવવા છોકરી અને તેનો પુત્ર અમિતભાઇ મહેશભાઈ રાઠવા મામાને ત્યાં મહેમાન આવ્યા હતા. રાત્રે 1 વાગ્યાની આસપાસ લગભગ 4 વર્ષના અમિત માતા સાથે ખાટલામાં સૂતો હતો અને અચાનક દિપડો હુમલો કરી લગભગ 500 મીટર દૂર સુધી ઢસડીને લઈ ગયો હતો.

અને આજુબાજુ રહેતા લોકોએ તેનો પીછો પણ કર્યો હતો પણ બાળકનો કોઈ પતો મળ્યા ન હતા  ઘટનાની જાણ  ગામ લોકોને થતા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ઘોઘંબા આર એફ ઓ તેમજ દામાવાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગની ટિમ દ્વારા તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી હતી અને સવારે 8 વાગ્યાની આસપાસ માથા થી ધડ અલગ મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને વન વિભાગ દ્વારા મૃતદેહ ને PM અર્થ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘોઘંબા તાલુકાના જંગલ વિસ્તારમાં અવારનવાર આવી ઘટના છાસવારે બનતી હોય છે.ગત વર્ષે આવી જ ઘટનાઓ આ વિસ્તારમાં આવેલા ગોયાસુંડલ ,રૂપારેલ જેવા વિસ્તારોમાં માનવ ભક્ષી દિપડાએ હાહાકાર મચાવ્યો હતો જો કે ભારે જહેમત અને ગીર ની એક નિષ્ણાતો ની ટીમ ના પણ આ આદમ ખોર દિપડા ને પકડવા કામે લાગી હતી જેમાં ભારે જહેમત બાદ 2 દિપડાઓ ને ફોરેસ્ટ વિભાગે પાંજરે પુરી પાવાગઢ ખાતે આવેલા દિપડાના રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપ્યા હતા. હવે જોવું રહ્યું કે એક જ માસમાં 2 માસૂમ બાળકોનો ભોગ લેનાર દિપડો પાંજરે પુરાશે કે કેમ ?!

 તસ્વીર:-  મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.