Western Times News

Gujarati News

મહા વાવાઝોડુ દિવ-પોરબંદર વચ્ચે ત્રાટકવાની દહેશત

અમદાવાદ : ગુજરાત પર મહા વાવાઝોડાનું સંકટ હજુ પણ તોળાઈ રહ્યું છે. જેને લઇને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મહા વાવાઝોડું આવતીકાલથી લઇ ૭મી નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીક ત્રાટકી શકે છે. હાલ પ્રતિકલાક રર૦ કિ.મી.ની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે પરંતુ તેની તીવ્રતા આગામી દિવસોમાં ઘટી જવાની સંભાવનાઓ પ્રબળ છે. હાલ વેરાવળથી ૬૮૦ કિ.મી. દિવ થી ૭૩૦ કિ.મી. અને પોરબંદરથી ૬પ૦ કિ.મી.ના અંતરે દરિયામાં છે. આગામી ૭ નવેમ્બરે આ વાવાઝોડું કલાકના ૮૦ થી ૯૦ કિ.મી. ઝડપે પવન સાથે દિવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે.

આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે રાજ્યના દરિયા કિનારાના સુરત, ભરૂચ, વડોદરા, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ અમદાવાદ, આણંદ, ભાવનગર જિલ્લાઓમાં વરસાદ થવાની પણ સંભાવનાઓ છે. ગુજરાતના માથે હાલ મહા વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું હોઇ રાજય સરકાર અને તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલા અને તૈયારીઓ કરી રખાઇ છે.

જા કે, વળી પાછી મહા વાવાઝોડાએ તેની દિશા બદલી છે અને તે નબળુ પણ પડયુ હોવાનો દાવો હવામાન વિભાગે આજે કર્યો હતો. જા કે, હવે તા.૬ઠ્ઠીના બદલે તા.૭મી નવેમ્બરે વહેલી સવારે મહા વાવાઝોડુ દીવથી પોરબંદરના દરિયા કાંઠે ટકરાવાની શકયતા છે.

અગાઉ મહા દીવથી દ્વારકા વચ્ચે ટકરાવાની વાત હતી પરંતુ વાવાઝોડુ અરબી સમુદ્રમાં પ્રચંડ ગતિએ આગળ વધી રહ્યું છે અને તેની દિશા પણ બદલાઇ રહી છે, તેથી હવામાન નિષ્ણાતો અને સરકારના અધિકારીઓ સતત તેની પર વોચ રાખી રહ્યા છે.

બીજીબાજુ, મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો, દરિયાકાંઠાના જાહેરમાર્ગોને પણ ભારે વરસાદના કારણે નુકસાનીની દહેશત છે. આ સિવાય તોફાની અને ઝંઝાવાતી પવનના કારણે મોટા હો‹ડગ્સ, વીજ પોલ્સ, કાચા મકાનો-છાપરા ઉડવાની અને પડવાની દહેશત સેવાઇ રહી છે. જેને લઇને પણ તંત્ર સાબદું બન્યું છે. હાલ મહા વાવાઝોડુ આગળ વધી રહ્યું છે અને વેરાવળથી ૬૮૦ કિમી દૂર છે.

મહા વાવાઝોડું આગળ વધીને દીવ અને પોરબંદરના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું આગામી તા.૬ નવેમ્બરના મોડી રાત્રે ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જેના પવનની ગતિ ૧૦૦થી ૧૨૦ની સ્પીડે હશે, જે ગુજરાતમાં વરસાદનું જાર પેદા કરશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

બીજીબાજુ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવાયા છે. તમામ બંદરો પર બે નંબરનું સીગ્નલ લગાવી દેવાયા છે અને માછીમારોને દરિયો ખેડવા નહી જવા સૂચના જારી કરાઇ છે. મહા વાવાઝોડાની સૌથી વધુ અસર તા.૬ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં થશે અને ભારે વરસાદ પડશે.

જ્યારે તા.૭ તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતના દરિયા કિનારે મહા વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સજ્જ બની ગયુ છે. તા.૬ અને ૭ નવેમ્બરના રોજ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. ખાસ કરીને સુરત, વડોદરા, નવસારી, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વેરાવળ ખાતે એનડીઆરએફની ટીમોને એલર્ટ કરી દેવાઇ છે.

ઉપરાંત કોસ્ટ ગાર્ડ , નેવીને પણ આ બાબતે સાબદાં કરી દેવાયા છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમા ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત દેશમાંથી ભેજ શોષીને મહા મજબૂત બની રહ્યું છે અને આ કારણોસર જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે.

દરિયાકિનારાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ, દ્વારકા, પોરબંદર સહિતના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. સુરક્ષાના ભાગરૂપે આવતીકાલે દીવમાં બીચ પર પ્રવાસીઓને પ્રતિબંધ ફરમાવાયો છે. દીવના તમામ બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.