Western Times News

Gujarati News

“હપ્પુ કી ઉલટન પલટન”ના દરોગાએ જણાવ્યું જન્માષ્ટમી પર શું છે ખાસ?

જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસને મનાવવા માટે જોશભેર ઊજવવામાં આવે છે. દુનિયાભરના લોકો વિવિધ રીતે આ તહેવાર મનાવે છે. એન્ડટીવીના કલાકારોએ તેમના વતનમાં આ તહેવાર કઈ રીતે ઊજવવામાં આવે છે તે પદ્ધતિ જણાવી. આમાં સાચી તિવારી (સુમતી, બાલ શિવ), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહ તરીકે યોગેશ ત્રિપાઠી કહે છે, “જન્માષ્ટમીનો તહેવાર ઉત્તર પ્રદેશમાં સર્વત્ર ઊજવવામાં આવે છે, પરંતુ મથુરા અને વૃંદાવનમાં તે વધુ ભવ્યતાથી ઊજવવામાં આવે છે. હું પણ ભૂતકાળમાં ઉજવણીનો હિસ્સો બન્યો છું. ઘણા બધા લોકો ઉજવણી જોવા માટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં આવેછે.

મથુરાનું આખું શહેર વ્યાવસાયિક અને નવોદિત કલાકારો દ્વારા કૃષ્ણની રાસલીલાથી ધમધમે છે. અમુક એટલા મંત્રમુગ્ધ કરનારા હોય છે કે ભક્તો પણ ભગવાન કૃષ્ણની તેમની ભક્તિથી મંત્રમુગ્ધ થઈ જાય છે. અમે મારા વતન કાનપુરમાં મોટે પાયે ઉજવણી કરતા.

મારી દાદી મલાઈ પેંડા, ચરણામૃત અને ધનિયા પંજિરી જેવો વિશેષ પ્રસાદ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવા માટેતૈયાર કરતી.અમે ઘરનો બનાવેલો પ્રસાદ મંદિરમાં ચઢાવતા અને ત્યાં ભજન સાંભળતા. હું નાનો હતો ત્યારે મારી માતા મને કૃષ્ણનો વેશ ધારણ કરાવતી અને આ વર્ષે હું મારા પુત્ર દક્ષેશ અને મારી નવી જન્મેલી પુત્રી સાથે તેવું કરવા ભારે ઉત્સુક છું. મેં મારી પત્નીને તેમને રાધાકૃષ્ણનો વેશ ધારણ કરાવવા પૂછ્યું છે અને અમે તે બાબતે બહુ ઉત્સુક છીએ. દરમિયાનદરેકને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.