Western Times News

Gujarati News

દેશના ઘણા ભાગમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે: ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં ખતરો

નવીદિલ્હી, દેશના ઘણા ભાગમાં ફરી કોરોના વાયરસ ડરાવી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોનાએ નવી લહેરનો ખતરો પેદા કરી દીધો છે. રાજધાની દિલ્હીમાં કોરોના હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા છેલ્લા ૧૪ દિવસમાં ૧૦૦ ટકા પહોંચી ગઈ છે.

જાે મંગળવારના કોરોના કેસને છોડી દેવામાં આવે તો દિલ્હીમાં છેલ્લા બે સપ્તાહથી દરરોજ ૨ હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે, જ્યારે મોતનો આંકડો એવરેજ ૮થી ૧૦ છે. તો મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસમાં ડબલ ઉછાળ આવ્યો છે. મોતના આંકડા પણ ડરાવી રહ્યાં છે.

ઘણા રાજ્યોમાં એકવાર ફરી કોરોના કેસોની ગતિ ડરાવનારી છે. કેન્દ્ર સરકારે દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિથી નવી લહેરનો ખતરો ઉભો થયો છે.

દેશની રાજધાનીમાં ૧૫ દિવસમાં હોસ્પિટલમાં દાખલ થવાના મામલામાં બમણો વધારો થયો છે. કોવિડ મૃત્યુદરમાં ઉલ્લેખનીય વૃદ્ધિની સાથે હોસ્પિટલોના આઈસીયૂમાં દર્દીઓની સંખ્યા એક ઓગસ્ટથી ડબલ થઈ ગઈ છે.

બુધવારે કોરોના વાયરસ સંક્રમણના ૧૬૫૨ કેસ સામે આવ્યા અને ૮ લોકોના મોત થયા. આ દરમિયાન સંક્રમણ દર ૯.૯૨ ટકા નોંધાયો છે. ખાસ કરીને ૧ ઓગસ્ટથી કોરોના મોતનો આંકડો એવરેજ ૫ છે. દિલ્હી સ્ટેટ હેલ્થ બુલેટિન દ્વારા આપવામાં આવેલા આ આંકડા ડરાવી રહ્યાં છે.

માત્ર મંગળવારને છોડી દેવામાં આવે તો આ મહિને બે હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. તો હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલમાં ૫૮૮ દર્દીઓ દાખલ છે. જ્યારે ૨૦૫ ઓક્સીજન સપોર્ટ અને ૨૨ વેન્ટિલેટર પર છે. આઈસીયૂમાં દાખલ ૧ ઓગસ્ટે ૯૮થી વધીને ૧૬ ઓગસ્ટ સુધી ૨૦૨ આંકડો થઈ ગયો છે.

કોરોનાના વધતા કેસો બાદ ડીજીસીએએ યાત્રીકો માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. હવે યાત્રીકોએ કોરોના નિયમોનું પાલન ફરજીયાત કરવું પડશે. સાથે વિમાનમાં માસ્ક પહેરવું ફરજીયાત હશે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે પ્રદેશમાં બુધવારે ૧૮૦૦ નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અડધાથી વધુ મુંબઈથી આવ્યા અને એક દિવસ પહેલા ૮૩૬ કરતા મોટો ઉછાળો જાેવા મળ્યો છે. જ્યારે છ લોકોના મોત થયા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.