Western Times News

Gujarati News

ડુપ્લીકેટ બિલ બનાવવા ફરજ પડાતા ઈજનેરનું ધારાસભ્ય સમક્ષ કબુલાતનામું

ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તથા ઉપપ્રમુખ દ્વારા અધિક મદદનીશ ઈજનેરને ડુપ્લીકેટ બિલ બનાવવા ફરજ પડાતી હોવાનું ઈજનેરે ધારાસભ્ય સમક્ષ કબુલાતનામું કર્યું.

પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત માં બે લાખનું ગટર લાઈન નું બિલ ચુકવણું થઈ ગયું હોવા બાદ પણ અધિક મદદનીશ ઈજનેરને ડુબલીકેટ બીલ બનાવવા ફરજ પડાતી હોય તે માપણી કરવા ગયો હતો.

પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને આ બાબતની જાણ થતા અન્ય તાલુકા પંચાયતના સદસ્ય સાથે તેઓ ઝઘડિયાના ધારાસભ્ય પાસે અધિક મદદનીશ ઈજનેરને લઈ જતા ત્યાં તેણે ગોબાચારીનુ લેખિતમાં કબુલાત નામું કર્યું‌‌ હતુ.

(વિરલ રાણા) ભરૂચ,ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર શિવમ જે રાંદેરી આજરોજ ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામે ગટર લાઈન માપણી કરાવવા ગયો હતો.જે બાબતે ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રિતેશ વસાવા તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ દ્વારા પડવાણિયાના સરપંચની જાણ બહાર તેની ઘરની માપણી કરવા માટે દબાણ કરાતું હોય તે ત્યાં ગયો હતો.

આ દરમિયાન ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર શિવમ જે રાંદેરી એ ધારાસભ્ય છોટુભાઈ વસાવા પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સીમાબેન વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય બાલુભાઈ વસાવા સમક્ષ લેખિતમાં કબુલાતનામુ‌‌ કર્યું છે કે ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ ચુકવણી થઈ ગયેલ બિલનુ ડુપ્લીકેટ બીલ બનાવવાં ફરજ પાડી રહ્યા છે‌.

ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેર શિવમ જે રાંદેરી એ તેના કબુલાતમાં જણાવ્યું છે કે આજરોજ ઝઘડિયા મત વિસ્તારના ધારાસભ્ય છોટુભાઈ વસાવા,તાલુકા પંચાયતના સભ્ય બાલુભાઈ વસાવા તેમજ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સીમાબેન વસાવા ઉપરોક્ત તમામના રૂબરૂ હું અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત ઝઘડિયા લખી આપું છું કે મારી હસ્તક પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત અને અન્ય બીજા ૨૪ ગામો આવેલા છે.

તેમાના પડવાણિયા ગ્રામ પંચાયત કામનું ડુપ્લીકેશન ચુકવણી કરવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ તેમજ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના માજી સરપંચ રાજન વસાવા તરફથી બિલ લખવાની મને ફરજ પડેલી હતી.જે બાબત અમો અધિક મદદનીશ ઈજનેર તૈયાર ન હોવા છતાં દબાણ કરેલ હતું, તેમજ વધુમાં હાલના ગામના સરપંચને જાણ‌‌ ન ફરી માપણી કરી લાવવા કહેલ હતું.

પ્રથમ વખત કામની માપણી વખતે અમો પડવાણિયા ગામે માપણી કરવા ગયેલા ત્યારે સરપંચેને અમો જાણ બહાર માપી આવેલ હતા.બીજીવાર એટલે કે આજરોજ તા.૧૮.૮.૨૨ ના રોજ ફરી એ જ માપવા ગયેલા ત્યારે પણ સરપંચને જાણ કરેલ નથી. ગામ લોકોએ સરપંચને જાણ કરવાથી સરપંચ સ્થળ પર આવતા સરપંચ તરફથી રણજીતભાઈના ઘર પાસે ગટર લાઈનના બે લાખનું તેનું ચુકવણું અગાઉ કરવામાં આવેલ છે.

તેમ છતાં માજી સરપંચ રાજન વસાવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા એમના કહેવાથી રૂપિયા બે લાખને ડુપ્લીકેશન બિલ કરવા અને બિલ રાજનભાઈને મદદ કરી આપવા જણાવેલ હતું અને આ બિલ હું પોતે અને તલાટી કૌશિકભાઈએ કમ્પ્લીસન સર્ટિફિકેટ બનાવેલ છે તે સરપંચની જાણ બહાર છે.ડુપ્લિકેશન નું બિલ ઉપડી જશે તો તેની તમામ જવાબદારી મારી રહેશે આ નિવેદન મેં રાજીખુ સુધી લખી આપેલ છે.

કોઈની ધાકધમકી વગર લખી આપેલ છે તેવું ઝઘડિયા તાલુકા પંચાયત ના અધિક મદદનીશ ઈજનેરે લેખિતમાં કબુલાત નામું કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા પંચાયતમાં વિવિધ વિભાગો માંથી આવતી સરકારી ગ્રાન્ટો તથા સીએસઆર ફંડ માંથી થતા વિકાસના કામોમાં મોટાભાગે ગોબાચારી થતી હોવાનો સુર શાસક પક્ષના જ સભ્યો હોદ્દેદારો કાર્યકરો ઉઠાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.