Western Times News

Gujarati News

ભરૂચમાં કાન્હાના જન્મોઉત્સવના વઘામણા : કાન્હાને ઝુલે ઝુલાવ્યો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલકીના નાંદ થી મંદીરનુ વાતાવરણ કુષ્ણમય બન્યુ હતુ.
જન્માષ્ટમી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ગુજરાત ભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.

કોરોના બે વર્ષ દરમ્યાન સરકારના પ્રતિબંઘના કારણે ઘણા તહેવારો સાદગીપૂર્વક ઉજવામાં આવ્યા હતા.હાલ સરકારના તહેવાર પર પ્રતિબંઘના હોવાથી કુષ્ણજન્મ ની ઉજવણી કરવામાં ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળયો હતો.કૃષ્ણ જન્મને વધાવવા ભક્તોમાં આતુરતા જોવા મળી રહી છે.

ભરૂચ તાલુકાના તવરા ગામે પાંચ દેવી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ રમતો રમી રાસ ગરબા નાટક નૃત્ય સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તથા બારના તકોરે ભગવાન શ્રીકૃષ્ણ ને પાલને ઝુલાવ્યા હતા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી મંદિરો ગુજી ઉઠ્યા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનો અને  તવરા ગામના ગ્રામજનો જોડાયા હતા તથા સમગ્ર ગામ કૃષ્ણમય બની ગયું હતાં.

તો બીજી તરફ ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદી કિનારે આવેલા પૌરાણીક મંદીર એવા રામજી મંદીર – રણછોડજી મંદીર – વિઠ્ઠલજીના મંદીરે પરંપરાગત રીતે કુષ્ણજન્મો ઉત્સવની હર્ષલ્લાસથી સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભાલોદ ગામે જન્માષ્ટમીના પાવન અવસરે મંદીરને ભવ્ય ફુલમાળા તેમજ લાઈટીંગ થી મંદીરને શરણગાર કરવામાં આવ્યો હતો.

મંદીર ખાતે રાત્રે ૯ કલાકે ભગવાન બાલ કુષ્ણાનો શણગાર સાથે મંદીરમાં કુષ્ણના ભજન કિર્તન સાથે મઘ્યરાત્રીના બાર કલાકે મહાઆરતી સાથે ભગવાના કુષ્ણાના જન્મના વઘામણા કર્યા હતા સાથે પંજરી, મિસરી, માખણના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ભગવાન શ્રી કૃષ્ણના બાળસ્વરૂપ એવા કાનુડાને હિંચકે ઝૂલાવીને ભક્તોએ ઘન્યતા અનુભવી હતી.મોડી રાત્ર સુઘી મંદીરમાં ભક્તોની જામી હતી.હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી ના નાંદ થી ગુંજી ઉઠ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.