Western Times News

Gujarati News

ખોખરા-CTM જાેડતા બ્રિજ પર છઠ્ઠી વખત ગાબડું પડ્યું

એકબાજુનો રસ્તો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો

ખોખરા હાટકેશ્વર જતાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબિજ પર વધુ એક વખત ગાબળું પડ્યું

અમદાવાદ,સ્માર્ટ સિટી તરીકે જાણીતા અમદાવાદમાં કેવા રોડ અને રસ્તા તેનો અનુભવ તો દરેક અમદાવાદીઓને હશે. ચોમાસાની શરૂઆત બાદ અત્યારે ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડા જાેવા મળી રહ્યા છે. જેને કારણે અનેક લોકોના વાહનો તો બગડી રહ્યા છે, પણ સાથે-સાથે ટૂ-વ્હીલર ચાલકોની કમર પણ ભાંગી રહી છે. આ વચ્ચે જ અમદાવાદના ખોખરા અને CTM જાેડતો હાટકેશ્વર ખાતે બનાવેલો છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજ પર ફરી એકવખત ગાબડું પડ્યું છે.

જેને કારણે તંત્ર દ્વારા ઓવરબ્રિજ પર બેરિકેડ મુકીને એક તરફનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ઓવરબ્રિજ પર બે મહિના પહેલાં જ ગાબડું પડ્યું હતું. અમદાવાદના ખોખરા હાટકેશ્વર જતાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબિજ પર વધુ એક વાર ગાબળું પડ્યું છે.

વડોદરા એક્સપ્રેસ વે હાઈવે જવા માટે અત્યંત મહત્વના અને ટ્રાફિકજામને નિવારવા માટે બનાવેલ ઓવરબ્રિ પર આ છઠ્ઠી વખત ગાબડું પડ્યું છે. AMC તંત્રના અધિકારીઓને આ અંગેની જાણ થતાં બેરીકેડ લગાવીને ખોખરા હાટકેશ્વરના ઓવરબ્રિજના એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

બે મહિના અગાઉ અમદાવાદમાં ખોખરા અને CTM વિસ્તારને જાેડતાં હાટકેશ્વર સર્કલ પરના છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર સામાન્ય વરસાદમાં જ RCCના સ્લેબમાં ગાબડું પડ્યું હતું. CTM નેશનલ હાઈવે નંબર આઠ પર અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જવા માટે હજારો વાહનચાલકો દિવસ-રાત આ છત્રપતિ શિવાજી ઓવરબિજનો સતત ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઓવરબ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસે ચારથી પાંચ વખત સમારકામ કરાવ્યું હતું. થોડાક વર્ષો પહેલાં ખુલ્લા મુકાયેલા આ ઓવરબ્રિજ પર છાશવારે પડી રહેલ ગાબડાઓને લઈને આ ઓવરબ્રિજની કામની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.