Western Times News

Gujarati News

સિસોદિયા સહિત ૧૫ સામે દારુ કૌભાંડમાં  CBI ની FIR

મુખ્ય સચિવે બે મહિના પહેલા પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો

મુખ્ય સચિવે બે મહિના પહેલા સોંપેલા રિપોર્ટના આધારે દિલ્હીના ઉપરાજ્યપાલે સીબીઆઈને તપાસની મંજૂરી આપી હતી

નવી દિલ્હી,દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર સહિત દેશભરમાં ૨૦ સ્થળો પર સીબીઆઈએ દરોડા પાડ્યા છે. છેલ્લા ઘણા સમયથી નવી દારુ નીતિ પર દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ આ મામલે સીબીઆઈ તપાસની મંજૂરી આપી હતી.

સીબીઆઈએ દારુની એક્સસાઈઝના કૌભાંડમાં સિસોદિયા સહિત ૧૫ લોકોને આરોપી બનાવ્યા છે. સીબીઆઈની રેડ પછી રાજકારણ ગરમાઈ ગયું છે. દિલ્હીના સીએમ કેજરીવાલથી લઈને સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા સહિતના નેતાઓ કેન્દ્ર સરકાર અને ભાજપને ટાર્ગેટ કરી રહ્યા છે.

સીબીઆઈની એફઆઈઆરમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ઉપરાંત તત્કાલીન એક્સાઈઝ કમિશનર અરવા ગોપીકૃષ્ણા, તત્કાલીન ડેપ્યુટી કમિશનર ઓફ એક્સસાઈઝ આનંદ તિવારી, એડિશનલ કમિશનર ઓફ એક્સસાઈજ પંકજ ભટનાગર, એન્ટરટેઈન્મેન્ટ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓનલી મચ લાઉડરના સીઈઓ વિજય નાયર, પેરનોડ રેકોર્ડના પૂર્વ કર્મચારી મનોજ રાય, બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમનદીપ ઢલ, ઈન્ડોસ્પ્રિટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સમીર મહેન્દ્રુ, બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત અરોરા, બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ ફર્મ, દિનેશ અરોરા, મહાદેવ લિકર્સ ફર્મ, મહાદેવ લિકર્સના સીનિયર અધિકારી સન્ની મારવાહ, અરુણ રામચંદ્ર પિલ્લઈ, અર્જુન પાંડે અને અજાણ્યાનો ઉલ્લેખ કરાયો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા વૈશ્વિક સ્તર પર વખાણાઈ રહેલા તેમના સારા પ્રદર્શનનું પરિણામ છે. તેમણે કહ્યું કે, પહેલા પણ સીબીઆઈના દરોડા પડ્યા છે અને આ વખતે પણ કંઈ નહીં મળે. સીબીઈએ દિલ્હી એક્સસાઈઝ નીતિ ૨૦૨૧-૨૨ના સંબંધમાં સિસોદિયાના ઘર સહિત ૨૦થી વધુ સ્થળોએ શુક્રવારે સવારે દરોડા પાડ્યા હતા.

કેજરીવાલે ટિ્‌વટ કર્યું કે, ‘જે દિવસે અમેરિકના સૌથી મોટા ન્યૂઝ પેપર ન્યૂયોર્ક ટાઈમ્સના પહેલા પેજ પર દિલ્હીના શિક્ષણ મોડલના વખાણ અને મનીષ સિસોદિયાની તસવીર છપાઈ, એ જ દિવસે તેના ઘર પર કેન્દ્રએ સીબીઆઈને મોકલી. મુખ્ય સચિવે બે મહિના પહેલા પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.

આ રિપોર્ટમાં જીએનસીટીડી એક્ટ ૧૯૯૧, ટ્રાન્જેક્શન ઓફ બિઝનેસ રૂલ ૧૯૯૩, દિલ્હી એક્સાઈઝ એક્ટ ૨૦૦૯ અને દિલ્હી એક્સસાઈઝ રુલ્સ ૨૦૧૦ના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવાયું હતું. સિસોદિયા પર એવો પણ આરોપ લગાવાયો છે કે, કોરોનાના બહાને લાઈસન્સ આપવાના નિયમોને નજરઅંદાજ કરાયા. ટેન્ડર પછી દારુના ઠેકેદારોના ૧૪૪ કરોડ રૂપિયા માફ કરાયા. હાલ માટે મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી આ આરોપોને પાયાવિહોણા જણાવી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.