Western Times News

Gujarati News

ભારતમાં ઘઉંની આયાત કરવાની કોઈ યોજના નથી: દેશમાં પૂરતો સ્ટોક

મિન્ટ પહેલા વેબસાઈટ બ્લૂમબર્ગે પણ કહ્યું હતું કે, ભારત સરકાર વિદેશથી ઘઉં ખરીદવા પર વિચાર કરી રહી છે

નવી દિલ્હી,  ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગે કહ્યું છે કે, દેશમાં ઘઉંની કોઈ અછત નથી અને તેની આયાત કરવામાં આવશે નહીં. ડિપાર્ટમેન્ટનું નિવેદન મીંટના એક અહેવાલ પછી આવ્યું છે કે ભારતીય ખાદ્ય નિગમ  પાસે ઘઉંનો પૂરતો સ્ટોક નથી અને સરકાર તેની આયાત કરવાનું વિચારી શકે છે.

સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, ઓગસ્ટમાં ઘઉંનો સ્ટોક ૧૪ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે અને ઘઉંની કિંમતમાં ૧૨ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ગરમીના કારણે ઘઉંના પાકને અસર થઈ છે અને ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાના અહેવાલો છે. જેના કારણે ભાવ ઝડપથી વધી રહ્યા છે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ટિ્‌વટર પર જ આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “ભારતમાં ઘઉંની આયાત કરવાની કોઈ યોજના નથી. દેશમાં જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે.

તમને જણાવી દઈએ કે મિન્ટ પહેલા આંતરરાષ્ટ્રીય બિઝનેસ વેબસાઈટ બ્લૂમબર્ગે પણ કહ્યું હતું કે, ભારત સરકાર વિદેશથી ઘઉં ખરીદવા પર વિચાર કરી રહી છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ૨૦૨૧-૨૨ માટે ઘઉંનું ઉત્પાદન ૧૦૭ મિલિયન ટન થઈ શકે છે, જે ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા ૧૧૧ મિલિયન ટનના અંદાજ કરતાં ઘણું ઓછું છે. તો, વેપારીઓ અને મિલ માલિકોનું માનવું છે કે ઉત્પાદન ૯.૮ કરોડથી ૧૦૨ મિલિયન ટન થઈ શકે છે.

સરકારી આંકડા મુજબ જુલાઈમાં ઘઉંના ભાવમાં ૧૧.૭ ટકાનો વધારો થયો છે. તો, જથ્થાબંધ ભાવમાં ૧૩.૬ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારત ઘઉંનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં તે વધુ નિકાસ કરતું નથી. જ્યારે દેશમાં ઘઉંના વાર્ષિક ઉત્પાદનના ૦.૦૨ ટકા વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.

જાે ઘઉં મોંઘા થશે તો ઘણી ખાદ્ય ચીજાે મોંઘી થઈ શકે છે. પેકેટેડ લોટ, રોટલી, નાન, પરાઠા, બ્રેડ અને બિસ્કિટ વગેરે પણ મોંઘા થઈ શકે છે. જેની સીધી અસર સામાન્ય માણસના માસિક બજેટ પર પડશે. સરકારે, અલબત્ત, આયાતના અહેવાલોને ફગાવી દીધા છે, પરંતુ ઘઉંના ભાવમાં થયેલા વધારા અંગેના સરકારી આંકડા અલગ કહાની કહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.