Western Times News

Gujarati News

ગાર્ડને સોસાયટીનો ગેટ ખોલવામાં થોડી વાર લાગતા મહિલાએ ગાળો ભાંડી

Noida Guard was little late in opening the gate.

મહિલાએ ગાર્ડને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી –નોઈડાથી ફરીવાર ગાળાગાળીનો વીડિયો સામે આવ્યો

જેના કારણે આ મહિલા ગાર્ડ પર ભડકી ગઈ હતી

નોઈડા, ઉત્તર પ્રદેશના નોઈડાથી એકવાર ફરીથી ગાળાગાળીનો વીડિયો સામે આવ્યો છે. આ વખતે એક મહિલાએ સોસાયટીના ગાર્ડ સાથે ગેરવર્તણૂંક કરી છે. ગાલીબાજ નેતા શ્રીકાંત ત્યાગી બાદ હવે આ મહિલાનો પણ ગાળો ભાંડતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ગાળો પણ કેવી? કાનમાંથી કીડા ખરી પડે તેવી. કોઈ સભ્ય સમાજની વ્યક્તિ આવી ગાળો બોલી શકે? મહિલા ગાર્ડ પર એવા કચરા જેવા કારણે ભડકી ગઈ કે તમને જાણીને નવાઈ લાગશે.વાત જાણે એમ હતી કે ગાર્ડને સોસાયટીનો ગેટ ખોલવામાં થોડી વાર લાગી ગઈ. જેના કારણે મહિલા ગાર્ડ પર ભડકી ગઈ.

ખુબ કોશિશ કરવા છતાં તે માની નહીં અને ગુસ્સે થઈ. સોશિયલ મીડિયામાં આ આરોપી મહિલા વિરુદ્ધ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે અને કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. છેલ્લે મળતી માહિતી મુજબ પોલીસે આ મહિલાની ધરપકડ કરી લીધી છે.નોઈડાના આ વાયરલ વીડિયોમાં એક મહિલા સોસાયટીનો ગેટ મોડો ખોલવાના કારણે ગાર્ડ સાથે ગેરવર્તણૂંક કરતી જાેવા મળી રહી છે.

વીડિયો લગભગ ૨ મિનિટનો છે અને આ વીડિયો સામે આવ્યા બાદ નોઈડા પોલીસે મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે.
આ વીડિયો જેપી ગ્રીન વિશ સોસાયટીનો હોવાનો કહેવાય છે. વીડિયોમાં મહિલા ગાર્ડનો હાથ પકડતી જાેવા મળે છે અને ગાર્ડ મહિલા સામે કરગરી રહ્યો છે. જાે કે મહિલા થોડીવાર બાદ અત્યંત અભદ્ર કહેવાય તેવી ભાષાનો ઉપયોગ કરતી જાેવા મળી છે અને વારંવાર ગાર્ડનો કોલર પણ પકડી લે છે.

ત્યારબાદ મહિલાની ગેરવર્તણૂંકથી નારાજ થયેલો ગાર્ડ નોકરી છોડવાની વાત કરતો પણ જાેવા મળે છે.અત્રે જણાવવાનું કે ગાર્ડ સાથે ગેરવર્તણૂંકનો આ મામલો નોઈડાના સેક્ટર ૧૨૬નો હોવાનો કહેવાય છે. પોલીસ મામલાને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી રહી છે. આવું પહેલીવાર નથી બન્યું કે નોઈડાનો કોઈ વીડિયો વાયરલ થયો હોય.

આ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ જાેવા મળી છે. જેમાં કેટલાક ગાર્ડ અને સોસાયટીના માણસો વચ્ચે ચકમક થઈ હોય.
હાલમાં જ નોઈડાની ગ્રાન્ડ ઓમક્સ સોસાયટીમાં ગાલીબાજ નેતા શ્રીકાંત ત્યાગીનો વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં શ્રીકાંત ત્યાગી એક મહિલા સાથે ગેરવર્તણૂંક કરતો જાેવા મળ્યો હતો. જાે કે ત્યારબાદ શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ કેસ દાખલ કરીને જેલમાં મોકલી દેવાયો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.