Western Times News

Gujarati News

સાત મહિનામાં ઘરેથી ગુમ થઈ ૧,૭૪૦ છોકરીઓ

Files Photo

સોશિયલ મીડિયા જવાબદાર

૧૪ વર્ષ સુધીના ગુમ થયેલા બાળકોના ડેટા દર્શાવે છે કે, તેમાથી અડધા પરત ફર્યા નથી અથવા મળી આવ્યા નથી

અમદાવાદ,ગુજરાત સરકારના ડેટા પ્રમાણે, આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૦-૧૪થી વયજૂથી ૩૩૧ છોકરીઓ અને ૧૫-૧૮ વયજૂથની ૧,૪૦૯ છોકરીઓ ગુમ થઈ છે, જે આંકડો પાંચ વર્ષમાં સૌથી વધુ છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં છોકરીઓ ગુમ થવાનું પ્રમાણ વધારે જાેવા મળ્યું છે, જેનો કુલ હિસ્સો ૪૭ ટકા છે. વર્ષ ૨૦૧૭ના પહેલા છ મહિનામાં ૦-૧૪ વર્ષની ૩૧૭ છોકરીઓ ગુમ થઈ હતી.

આ વર્ષે ગુમ થયેલા બાળકો, જેઓ પાછા ફર્યા છે અથવા મળી આવ્યા છે, તે વાર્ષિક ડેટા અનુસાર ૪૬ ટકા છે, જે પાંચ વર્ષ કરતાં ઓછા છે. ગુમ થયેલા બાળકોને શોધવા માટે રચવામાં આવેલી પોલીસ ટીમોના એક સભ્યએ જણાવ્યું હતું કે, ‘મહામારીના વર્ષોમાં માતા-પિતાને તેમના બાળકો પર વધુ કંટ્રોલ રાખવાનો સમય મળ્યો હતો’. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, સ્થિતિના કારણે ઘણીવાર ઝઘડા થતા હતા. ‘આ સિવાય, ડિજિટલ ડિવાઈસના ઉપયોગમાં વધારાના કારણે સમસ્યાઓ ઉભી થઈ છે’,

તેમ તેમણે ઉમેર્યું હતું. ‘હાલમાં જ, નવમા ધોરણમાં ભણતી એક છોકરી ૨૦ વર્ષના યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી. જાે કે, છોકરીનું રેસ્ક્યૂ કરાયું હતું. અધિકારીએ કહ્યું હતું કે, ૧૩-૧૪ વર્ષની વયજૂથની છોકરીઓ સોશિયલ મીડિયા પર બનેલા મિત્રોને મળવા માટે ઘરેથી ભાગી જતી હોવાના કિસ્સોમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ૧૫-૧૮ વયજૂથના કિસ્સામાં, મહામારીના બે વર્ષમાં ભાગી જવાના કેસમાં ઘટાડો થયો હતો, જેમાં ૨૦૨૨માં ફરીથી વધારો જાેવા મળી રહ્યો છે.

અમદાવાદના એક પોલીસ ઈન્સપેક્ટરે કહ્યું હતું કે, ‘જ્યારે ઘરેથી ભાગી જવાની વાત આવે છે ત્યારે તેમાં સામેલ મોટાભાગની છોકરીઓ ૧૫-૧૮ વયજૂથની હોય છે’. શહેરના પશ્ચિમ વિસ્તારમાં તૈનાત ઈન્સપેક્ટરે કહ્યું હતું કે, ‘સામાન્ય રીતે, મધ્યમ વર્ગના પરિવારોની છોકરીઓ ભાગી જાય છે, પરંતુ આ દિવસોમાં તેવું કંઈ નથી’. ગાંધીનગરના કેસથી વાલીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

‘છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથે નેપાળ ભાગી જવાની યોજના બનાવી હતી, જે લગભગ આઠ વર્ષ મોટો હતો’, તેમ ઈન્સપેક્ટરે કહ્યું હતું. અન્ય ઈન્સપેક્ટરે કહ્યું હતું કે, ‘ગેંગ દ્વારા બાળકોના અપહરણના છૂટાછવાયા કિસ્સાઓ હોઈ શકે છે. પરંતુ બાળકોના અપહરણ પર ધ્યાન કેન્દ્રિત કરતી કોઈ ગેંગ નથી. ૧૪ વર્ષ સુધીના ગુમ થયેલા બાળકોના ડેટા દર્શાવે છે કે, તેમાથી અડધા પરત ફર્યા નથી અથવા મળી આવ્યા નથી.

સીઆઈડી ક્રાઈમના આંકડા પ્રમાણે, ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન ગુમ થયેલા ૫૩૩માંથી માત્ર ૨૪૮ (૪૬.૫ ટકા) પાછા આવ્યા હતા અથવા પોલીસ દ્વારા ટ્રેસ કરાયા હતા. તેનો અર્થ એ થયો કે, ૦-૧૪ની વયજૂથના ગુમ થયેલા ૫૩.૫ ટકા બાળકો હજી ગુમ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.