Western Times News

Gujarati News

પંચમહાલના બાગાયતી ખેતી કરતા ખેડુતોને આઈ- ખેડુત પોર્ટલ થકી સહાયનો લાભ લેવા અનુરોધ

ગોધરા,ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યકમ યોજના”(એચ.આર.ટી.-૨,૩,૪) ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઈ-ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in  તા.૦૪/૦૮/૨૦૨૨ થી ૦૩/૦૯/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ કાર્યક્રમ હેઠળ વ્યકતિગત ખેડુત તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા ૨.૦૦ હે તથા મહત્તમ ૪.૦૦ હેકટરની મર્યાદામાં તેમજ FPO, FPC, સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા ૨.૦૦ હે. તથા મહત્તમ ૫૦.૦૦ હે. સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવશે.

તેમજ બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા અન્ય બે ઘટકો નો પ્રોજેક્ટમાં સમાવેશ કરી અમલ કરવાનો રહેશે. તથા FPO, FPC તથા સહકારી મંડળીના સભાસદો આ કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછા પાંચ ખેડૂત લાભાર્થીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી પ્રોજેક્ટ રજુ કરવાનો રહેશે.

આ જે ખેડુતમિત્રો બાગાયત ખાતાની આ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇંટરનેટ સોર્સ મારફત પોતાના ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટક હેઠળ સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનીક કાગળો અરજી કર્યા બાદ દીન-૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી,રૂમ નં. ૯-૧૨, જીલ્લા સેવા સદન – ૨ ,બીજો માળ, ગોધરા જિ. પંચમહાલ, ( ફોન.નં.૦૨૬૭૨-૨૪૦૦૩૯ ) એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા નાયબ બાગાયત નિયામક ગોધરા ,જિ. પંચમહાલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.