Western Times News

Gujarati News

પંચાયત સંવર્ગના તલાટીઓની હડતાલ સમેટાઈ

પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજા સાથે યોજાયેલ ફળદાઈ બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં પંચાયત સંવર્ગના તલાટીઓ દ્વારા તેમની માંગણીઓ સંદર્ભે હડતાલ ચાલી રહી હતી જે આજે તેઓએ પરત ખેચીને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે એમ પંચાયત તલાટી મંડળ એસોસિ એશના પ્રમુખ શ્રી દ્વારા જાહેરાત કરાઈ છે.

ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને એસોસિએશન હોદ્દેદારો તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં તેઓના પ્રશ્નો અને માંગણીઓ સવિસ્તૃત ફળદાયી ચર્ચા વિચારણા કરાઈ હતી. જેના પરિણામે મંડળ દ્વારા આ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે અને તેઓ શ્રી આવતીકાલથી જ પોતાની ફરજ ઉપર હાજર થઈ જશે તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.