Western Times News

Gujarati News

૧૧ આરોપીઓને મુક્ત કરાતા મહિલા ધારાશાસ્ત્રીઓમાં પડેલા ઘેરા પ્રત્યાઘાત!

તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે ડાબી બાજુ ની તસ્વીર ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગાઈ, જસ્ટીસ શ્રી દિપકભાઈ ગુપ્તા, જસ્ટીસ સંજયભાઈ ખન્નાની છે આ ખંડપીઠે આ કેસમાં તપાસ સી.બી.આઈ ને સોપી હતી અને મુંબઈની સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે બીલ્કેશ બાનો કેસમાં ૨૦૦૮માં ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકાર્યા બાદ ૨૦૧૯ માં સુપ્રીમકોર્ટની ખંડપીઠે બિલકશબાનું ને ૫૦ લાખ નું વળતર ચુકવવા સરકારી નોકરી આપવા અને ઘર આપવા હુકમ કર્યો હતો

આ જ એ રીતે બિલ્કીશબાનો કેસમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપકભાઈ ગુપ્તા જસ્ટિસ સંજયભાઈ ખન્નાએ ન્યાય અપાવ્યો હતો! કેટલાક મહિલા ધરાશાશ્ત્રીઓ નું કહેવું છે કે સુપ્રીમકોર્ટની લાર્જર બેંચમાં આ મુદ્દો બંધારણીય કલમ ૧૪૨ હેઠળ ઉઠાવવો જાેઈએ

જેથી બળાત્કાર જેવા જઘન્ય અપરાધોમાંથી કે આતંકવાદી પ્રવૃત્તિ કે ડ્રગ્સ જેવા કેસોમાં સંડોવાયેલાઓ ને કથિત નિયમોના આધારે કે કથિત નિયમોની રચના કરી આરોપીઓને મુક્ત ન કરવા જાેઈએ એવું મહિલા ધરાશાશ્ત્રીઓ નું માનવું છે.
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

સ્ત્રી પુરુષોની સહભાગી ‘ધર્મરક્ષક’ ‘ગૃહલક્ષ્મી’ અને દેવત્વ સુધી પહોંચાડનારી રાધિકા છે -ડોક્ટર રાધાકૃષ્ણ

ભારતના વિધાન રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું છે કે “સ્ત્રી પુરુષોની સહભાગી અને ધર્મની રક્ષક, તેની ગૃહલક્ષ્મી તથા દેવતત્વ સુધી પહોંચાડનારી રાધિકા છે”!! જ્યારે જાેન્સન નામના વિચારે કહ્યું છે કે “જે માણસ પોતાની જાતને પશુ બનાવે છે, તે મનુષ્ય હોવાની વેદનામાંથી છૂટી જાય છે”!! ભગવાન શ્રીરામના પત્ની સીતાજીને રાવણ ઉપાડી ગયા બાદ પણ રાવણે સીતાજીને સન્માન પૂર્વક રાખ્યા હતા!

નારીનું અપમાન કરનારી દરેક બાબતોથી દૂર રહેવા સંકલ્પ કરો – શ્રી નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી પ્રજાજાેગ પ્રવચન કરતા કહ્યું કે ‘નારી જાતિનો અપમાન કરનારી દરેક બાબતથી આપણે દૂર રહેવાનો સંકલ્પ કરવાનો છે!’ તેમણે ખૂબ જ મહત્વ ભાવનાત્મક રીતે કહ્યું કે નારીનું ગૌરવ એ રાત્રિના સ્વપ્ન સાકાર કરવાવાળી મોટી સમૃદ્ધિતા બનનારી છે અને આ સામર્થ જાેવા મળે છે

Shobhaben Gupta, Advocate

શ્રી નરેન્દ્રભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે દીકરી અને ‘માતા’નું સ્વરૂપ માનીએ છીએ અને આપણે નારીને ‘લક્ષ્મી’ કહીએ છીએ આવા ઉમદા શબ્દો ની શાહી સુકાઈ નહોતી

ત્યાજ ગુજરાત સરકારના કાયદા વિભાગે ૩ માર્ચ ૨૦૨૨ ના દિવસે બનેલી ગેંગરેપની ઘટનાના આરોપીઓને ૧૯૯૨ ની નીતિનો આધાર બનાવી ૧૧ આરોપીને મુક્ત કરતા અનેક લોકો એ દેશ ના વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.

બિલ્કીશબાનું કેસ માં કાનૂની જંગ આખર સુધી લડી ને એડ્‌વોકેટ શોભાબેન ગુપ્તાએ બિલ્કીશબાનું ને ન્યાય અપાવ્યો છે.

આ ઘટનામાં ન્યાય અપાવવા આખરે મહિલા ધારાશાસ્ત્રી શોભાબેન ગુપ્તા એ કમર કસી હતી. એડ્‌વોકેટ શોભાબેન ગુપ્તાએ આરોપીઓ ની મુક્તિ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે બિલ્કીશબાનું એ આ અંગે સુપ્રીમકોર્ટ માં ન્યાય માંગવો જાેઈએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.