Western Times News

Gujarati News

સુપ્રીમકોર્ટ ‘રેવડી કલ્ચર’ને વ્યાખ્યાયિત કરી પ્રજાના પૈસા વેડફતા અટકાવવા મહત્વપૂર્ણ દિશા નિર્દેશ કરે એવા મળતા સંકેતો!

તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટની છે તો ડાબી બાજુની ભારતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના,જસ્ટીસ જે.કે.મહેશ્વરી, જસ્ટીસ શ્રી હિમાબેન કોહલીની છે તેમની બેંચ રેવડી કલ્ચર એટલે કે દેશ માટેની કલ્યાણકારી યોજના અને સત્તા માટે વેડફાતા દેશના નાણાના મુદ્દાને અલગ તારવીને ચિંતનાત્મક રીતે આ મુદ્દો હાથ ધર્યો હોવાના સંકેતો મળે છે!

તે જાેતા ભારતની સુપ્રીમ કોર્ટે ખૂબ જ મનોમંથન સાથે બધાનો અભિપ્રાય લઈ સચોટ તારણ પર આવે એવી શક્યતા જણાય છે! ન્યાયાધીશો બે મુદ્દાને જુદા પડવાનો વિચાર કરતા હોવાનું જણાય છે કે કારણ કે સુપ્રીમકોર્ટ સમક્ષ એક મુદ્દો એવો છે કે સરકારની મનરેગા જેવી યોજના છે જે લોકોને સન્માન પૂર્વક રોજગારી આપે છે!

બીજી બાબત એ છે કે ‘શું મફત વાહન આપવા એ કલ્યાણકારી યોજના છે?!’ સુપ્રીમ કોર્ટના ખુદ એવું માને છે કે રાજકીય પક્ષોને વાયદા કરતાં અટકાવી ન શકાય તો સાથે ચીફ જસ્ટિસ એવું પણ વિચારે છે કે ‘અહીં ચિંતા પ્રજાના પૈસાનો યોગ્ય રીતે ખર્ચ કરવાની છે’ ચીફ જસ્ટીસ શ્રી રમના નિવૃત્ત થવા જઈ રહ્યા છે!

ત્યારે તે પૂર્વે શનિવાર સાંજ સુધીમાં તમામ પક્ષકારોને પોતાના સૂચનો રજૂ કરી દેવાનો આદેશ આપ્યો છે. જે એ વાતનો સંદેશ આપે છે કે સુપ્રીમકોર્ટ મફત રેવડીને વ્યાખ્યાયિત કરતો જરૂર નિર્દેશ આપશે સરકાર ની કલ્યાણકારી યોજના અને ચૂંટણી જીતવા કરતા વાયદા વચ્ચે મૂળભૂત તફાવત બહાર આવશે એવું જણાય છે!! સત્તા મેળવવા માટે ગમે તે હદે જવું એ ‘રાજધર્મ’ નથી પણ સત્તા મેળવવા માટે મતદારોને પ્રલોભનો આપવા એ રેવડી કલ્ચર ના કહી શકાય?!

આ કેસ માં સુપ્રીમકોર્ટનો મોટો દિશાનિર્દેશ બની જાય તો એ આશ્રયજનક નહીં હોય! શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મદિવસ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ પૂરો થયો ત્યારે શ્રીકૃષ્ણએ શું કહ્યું છે?! ‘અધર્મ’ એટલે દુઆચાર, દુષ્ટાચાર, ભ્રષ્ટાચાર સામે લડવું એ ‘મોટો ધર્મ’ છે ત્યારે સાંપ્રદાયિક ધર્માંન્ધતા, પ્રાંતવાદ, કોમવાદ, વિસ્તારવાદ, આતંકવાદ, અન્યાય આ ધર્મ નથી આટલું સમજાય તો સુપ્રીમકોર્ટ જે કહેવા માગે છે તે લોકો ને સમજાઈ જશે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

દેશમાં ‘માનતા’ ! ‘બાધા’ના કલ્ચરો રાજકીય પક્ષો ફાયદો ઉઠાવવામાં સત્તા માટે રેવડી કલ્ચરની રાજકીય સંસ્કૃતિ વિકસાવી રહ્યા છે?! ત્યારે શ્રીકૃષ્ણ ધર્મની વ્યાખ્યા શું કરી છે એ કોણ વિચારશે?!

દુર્ભાગ્યનું કારણ એ હોય છે કે તેઓ કર્તવ્ય ને બદલે સુખ ને પહેલી પસંદગી આપે છે- ટીટી મુગટ

બેન્જામિન મેષ નામના વિચારે કે કહ્યું છે કે “જીવનની કરુણતા એ નથી કે આપણે આપણા લક્ષ્ય સુધી નથી પહોંચી શકતા પરંતુ કરુણતા એ છે કે પહોંચવા માટે આપણી પાસે લક્ષ્ય જ નથી”!! જ્યારે ટીટી મુગર નામના વિચારે કહ્યું છે કે “દસમાંથી નવ લોકોના દુર્ભાગ્યનું કારણ એ હોય છે કે તેઓ ‘કર્તવ્ય’ને બદલે ‘સુખ’ને પહેલી પસંદગી આપે છે”!!

‘અમે ભારતના લોકો આ બંધારણને બનાવી ઘડી અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ’! બંધારણના ઘડવૈયાઓ એ આ કલ્પના સાથે દેશને ‘આઝાદ’ કર્યો હતો જેમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, પંડિત જવાલાલ નેહરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ શહીદ અનેકની ભૂમિકા નોંધપાત્ર હતી

ત્યારે આજે દેશમાં રાજ ધર્મ ભુલાયો છે! ક્યાંક માનવતા ભુલાય છે! ક્યાંક પ્રજા ધર્મ ભુલાવે છે! અને જેનું સ્થાન રેવડી કલ્ચર એ લીધું છે કારણ કે સત્તા કલ્ચર મુખ્ય બન્યુ છે અને માટે આજે દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ્રી એન. વિ.રમના જસ્ટીસ શ્રી જે કે મહેશ્વરી અને જસ્ટીસ શ્રી હિમાબેન કોલીની ખંડપીઠ ખંડપીઠે રેવડી કલ્ચરના મુદ્દે ચિંતા અભિવ્યક્ત કરીને કલ્યાણકારી યોજના અને પૈસા મેળવવાની યોજના વચ્ચે મનપમ મંથન કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે સુપ્રીમકોર્ટનો મહત્વપૂર્ણ દિશા નિર્દેશ આવવાની સંભાવના છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.