Western Times News

Gujarati News

હોટલ બુકીંગ અને ટ્રેન ટીકીટનું કેન્સલેશન પણ GSTને કારણે મોંઘુ થયું

નવી દિલ્હી, આજના ફાસ્ટ વર્ડ યુગમાં અને ૨૧મી સદીમાં જીવનશૈલીમાં પરિવર્તનના ભાગરૂપે લોકોમાં વર્ષ દરમ્યાન હરવા-ફરવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. ભારતનો પ્રવાસન ઉદ્યોગ દિવસે-દિવસે હરણફાળ ભરી રહ્યો છે.

જાણવા મળ્યા મુજબ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરાવવા માટે પણ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ચૂકવવાનો રહેશે. જેને કારણે લોકોના ખિસ્સા ઉપર બોજ વધી જશે.

બુકીંગ વખતે જેટલો જીએસટી ચૂકવ્યો હતો તેટલો જ જીએસટી હવે લોકોએ ટ્રેન ટીકીટ કે હોટલ બુકીંગ કેન્સલ કરતી વખતે પણ આપવો પડશે. ટ્રેનની ટીકીટ બુક કરાવતી વખતે પાંચ ટકા જીએસટી આપ્યો હોય તો તે ટીકીટને કેન્સલ કરાવતી વખતે પણ કેન્સલેશન રકમ ઉપર જીએસટી ચૂકવવાના રહેશે

તેવું નાણાં મંત્રાલયના પરિપત્રનું અર્થઘટન ટ્રાવેલ એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ ટીકીટને કેન્સલ કરાવવા ઉપર જીએસટી ન હતો, હવે કેન્સલેશન ચાર્જ સાથે જીએસટી પણ ચૂકવવો પડશે. ધારો કે કોઈ વ્યક્તિએ રેલ્વેમાં કોઈ ફર્સ્ટ કલાસ ટીકીટ બુક કરાવી હોય તો તેઓએ ૨૪૦ રૂપિયા કેન્સલેશન ચાર્જ આપવો પડતો હતો. પરંતુ હવે ૨૪૦ રૂપિયા ઉપર પાંચ ટકા જીએસટીના હિસાબે ૧૨ રૂપિયા વધુ આપવા પડશે.

હોટલ બુકીંગ કેન્સલેશનમાં પણ બુકીંગ કેન્સલેશન વખતે પણ આપવાનો થાય તેવું અર્થઘટન થઇ રહ્યું છે. જાેકે નાણામંત્રાલયના પરિપત્રના અમલીકરણ અંગે થોડી અસમંજસ પ્રવર્તતી હોય, થોડા સમયમાં બધું ક્લીયર થઇ જવાની આશા સેવાઈ રહી છે.

અમુક ટ્રાવેલ એજન્ટોના કહેવા પ્રમાણે મોટાભાગના લોકો ચેકને બદલે કેસ પેમેન્ટ આપતા હોય છે. જેથી ગ્રોસ રકમ લમસમ રકમની ચૂકવણી વખતે જીએસટીની ગણતરીથી અજાણ રહેતા હોવાનું પણ સંભળાય રહ્યું છે. ટ્રાવેલ એજન્ટો અને લોકોમાં તો ભારે કચવાટ ફેલાયો છે અને અમુક તો કડવાશ સાથે પ્રશ્ન કરી રહ્યા છે કે જે સર્વિસ ગ્રાહકે લીધી જ નથી તો પછી કેન્સલેશન વખતે જીએસટી શેનો આપવાનો ?

જાેકે સરકારી નિયમ અને વ્યાખ્યા મુજબ કોઈપણ સર્વિસ આપવામાં આવતી હોય તો તેની ઉપર જીએસટી આપવાનો થાય છે. માટે કેન્સલેશન ચાર્જ-પ્રોસીજરને પણ વ્યાખ્યા મુજબ સર્વિસ ગણવામાં આવતા તેને જીએસટીના દાયરામાં આવરી લીધા હોઈ શકે. ધારો કે હોટલ બુકીંગ-કેન્સલેશનમાં પાંચ ટકા હોય તો રેલવે ટીકીટ બુકીંગ-કેન્સલેશનમાં પણ ૫ ટકા જીએસટી ચાર્જ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.