Western Times News

Gujarati News

ગુજરાત પોલીસે ટેકનોલોજીથી સજ્જ દસ હાઈટેક જેલવાન તૈયાર કરી

કેદી જાપ્તામાંથી નાસવાની કોશિષ કરશે તો સીધો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જશે

સમાજને નુકશાન પહોંચાડનાર તત્વોને પણ પકડવામાં જેલવાનની મદદ લેવાશે

(એજન્સી)હાઈટેક જમાનામાં પોલીસ પણ હાઈટેક બની રહી છે. અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. ગુનેગારો અનેક વખત પોલીસ કર્મચારીઓ પર આરોપ મુકતા હોય છે.

જેના માટે પોલીસ વિભાગેે બોડીવાર્ન કેમેરા વસાવ્યા છે. જ્યારેે મોટાભાગના પોલીસ વાહનોમાં જીપીએસ તેમજ સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસના આધુનિકીકરણમાં વધારો કરી ર.૧૦ કરોડ રૂપિયાના ખર્ચે હાઈટેક ૧૦ જેલવાન ખરીદી છે. જે સીસીટીવી, જીપીએસ, તેમજ અનેક સુવિધાઓથી સજ્જ છે. કેદીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતાં સમયે તેમના ઉપર કંટ્રોલ રૂમમાંથી વૉચ રાખવામાં આવશે.

અંડર ટ્રાયલ કેદીઓ કે અન્ય પાકા કામના કેદીઓને જેલમાંથી કોર્ટ પરિસર સુધી અથવા તો એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવા માટે ગુજરાત પોલીસે ૧૦ હાઈટેક જેલવાન ખરીદી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ ફોર્સના આધુનિકરણની પહેલ હેઠળ આ તમામ વાન ખરીદવામાં આવી છે.

વાન ખરીદી બાદ તેનેે હાઈટેક બનાવવામાં આવી છે. જેમાં કુલ ર.૧૦ કરોડ રૂપિયાના ખર્ચ થયો છે. જેલવાનનો ઉપયોગ ધરપકડ કરાયેલા આરોપીઓને જેલમાં લાવવા અને કોર્ટની સુનાવણી માટે લઈ જવા માટે અંડરટ્રાયલ શીફટ કરવા માટે કરવામાં આવશે.

આ વાનનો ઉપયોગ માત્ર કેદી માટે નહીં પરંતુ જ્યારે આંદોલન તેમજ હિંસક ઘટનાઓ બની હોય ત્યારે તોફાની ટોળાની ધરપકડ કરવા માટે પણ કરવામાં આવશે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ દેખાવકારોને અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડનાર તોફાની તત્ત્વો અથવા જુથ અથડામણ સમયે તોફાન મચાવનારને પકડી વાનમાં પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવશે.

જયારે કેદીઓને જેલમાંથી કોર્ટ અને કોર્ટમાંથી જેલમાં લઈ જવામાં આવે છે ત્યારે જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીઓ તેમની સાથે ગેરવર્તણુંક કરતા હોવાના અનેક આક્ષેપો ઉઠ્યા છે. આ સિવાય કેદીઓએ પણ પોલીસ કર્મચારીઓને હેરાનપરેશાન કર્યા હોવાના પણ અનેક આરોપ થયા છે. જેના કારણે વાનમાં હાઈડેફિનેશનના સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાનુૃ મોનિટરીૃંગ પોલીીસ કંટ્રોલ રૂમમાં થશે.

હાઈટેક વાનમાં ત્રણ કમ્પાર્ટમેન્ટ બનાવાયા છે
દસ હાઈટેક કેદીવાનમાં ત્રણ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં એક કમ્પાર્ટમેન્ટમાં પોલીસ ગાર્ડ બેસી શકશે. બીજા કમ્પાર્ટમેન્ટમાં કેદીઓ હશે અને ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં પણ પોેલીસ કર્મચારીઓ હશે.

પહેલાં કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા ત્રણ પોલીસ કર્મચારીઓ કેદીઓની ગતિવિધિ ઉપર નજર રાખશે. અને તમામ વિગતો ઈન્ટરકોમની મદદથી ડ્રાઈવરને આપશે. કેદીઓની તબિયત ખરાબ થાય કે પછી તે ભાગવાની કોશિષ કરે તો પણ ડ્રાઈવર સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દેશે.

દરેક જીલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ જેલવાનનું લોકેશન જાણી શકશે

નવી જેલવાનમાં ટ્રેકીંગ અને મોનિટરીંગ સિસટમ છે. જેના કારણે રાજયના દરેક શહેર અને જીલ્લાના પોલીસ કટ્ર્રોલ રૂમમાં તેનું લોકેશન રહેશે. જ્યરે કેદીઓ ભાગી જવાની કોશિષ કરશે ત્યારે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ જશે. અને બાદમાં જે તે જીલ્લાની પોલીસને જાણ કરી દેવામાં આવશે. આ સિવાય જેલવાનમાં વાયર, મેશ પ્રોટેકશન સાઈરન, બારીના પડદા અને બીકન લાઈટ પણ ફિક્સ કરવામાં આવી છે. આ વાનમાં એક ડ્રાઈવર, ચાર પોલીસ ગાર્ડ અને ૧૮ કેદી બેસી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.