Western Times News

Gujarati News

થરાદના ડેલમાં બહારથી છોકરીઓ લાવીને વેચી દેવાનું રેકેટ ઝડપાયું

પોલીસે રેડ કરી સગીરાને છોડાવી મુખ્ય બે આરોપી ઝડપી પાડ્યા

થરાદ, થરાદ તાલુકાના ડેલ ગામે છોકરી લાવી ઉંચી કિંમત લઈ આ છોકરીના લગ્ન કરાવતા હોવાની બાતમીના આધારે પોલીસે સવારે રેડ કરી મુખ્ય બે આરોપીઓને ઝડપી લઈ સગીરાને છોડાવી હતી પોલીસે આ મામલે કુલ આઠ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થરાદ એએસપી યાદવને બાતમી મળી હતી કે થરાદ તાલુકાના ડેલ ગામના ગુલાબબેન મફજી વાઘેલા, ફુલબાઈ વાઘેલા તથા મઘજી કશનજી વાઘેલાઓ બહારથી સગીર વયની છોકરીઓ લાવી, ગુજરાતના અલગ અલગ શહેરો તથા જિલ્લાઓમાં છોકરીઓના પૈસાથી લગ્ન કરાવી લે-વેચ કરી દેવાની પ્રવૃતી આચરે છે

અને હાલ તેઓ આવી રીતે સગીરાને વેચવા બહારથી લઈ આવી ગુલાબબેન મફજી વાઘેલા (રહે. ડેલ તા. થરાદ)ના ઘરમાં લાવેલા છે. આ મામલે થરાદ પોલીસે તપાસ મહિલા ગુલાબબેન મફજી વાઘેલા અને જીવણભાઈ કરશનભાઈ જાેશી રહે, દેલવાડા, તા. દિયોદર તેમજ સગીરા ઝડપાઈ ગઈ હતા.

સગીરાની પુછપરછ કરતા મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના એક ગામની હોવાનું અને છેલ્લા સાત વર્ષથી અમદાવાદના નરોડામાં રહેતી હોવાનું જણાવ્યું હતું. અમદાવાદના શાહપુરના રમીલાબેને તેના માતાપિતા પાસેથી પૈસાની લાલચ આપી

તેમની પાસેથી લઈ અમદાવાદના હંસામાસીને આપી હતી અને આ બેને ફુલબાઈ બળવંત વાઘેલા તથા મઘજી કરશનભાઈ વાઘેલાને આપી હતી તેમણે આશરે ત્રણ મહિના જેટલો સમય તેમના ઘરે રાખી હતી તેને જાેવા કેટલાક ોકો ઘરે પણ આવતા અને જે છોકરો વધુ રૂપિયા આપી જાય તેની સાથે લગ્ન કરાવવા માગતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.