Western Times News

Gujarati News

સમરસ કાવડ યાત્રાઃ પંચમહાલ જિલ્લાના અખિલ ભારતીય સંત સમિતિની યાત્રા હરિદ્વારમાં સંપન્ન

Kavad Yatra

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) અખિલભારતીય સંતસમિતિ ગુજરાત દ્વારા ગુજરાત ની ૧૮૨,વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ૨૦૨ પૌરાણિક મહાદેવજી ના મંદિરોમાં શ્રાવણમાસ ના અંતિમ દિવસે અખિલભારતીય સંતસમિતિ ના સંતો તથા હિન્દુસેનાના કાર્યકર્તાઓ દ્વારા ગંગાજી ના જળાભિષેક ઉત્સવ કરીને પૂજા સંપન્ન કરવામાં આવસે.

અખિલભારતીય સંતસમિતિ ના ગુજરાત પ્રાંત અધ્યક્ષ પ.પૂ.નૌતમસ્વામીજી વડતાલ તથા ગુજરાત તમામ વડીલ સંતો ની હિન્દુસમાજ મા તમામ નાત જાત વર્ગ ઊંચ નિચ ના ભાવ થી ઉપર ઉઠીને માત્ર ને માત્ર હિન્દુસમાજ ની એકતા માટે,જાગૃતિ માટે,હિન્દુધર્મ ના ગૌરવ માટે ઐતિહાસિક સમરસ કાવડયાત્રા નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું

તે નિમિત્તે ધર્મતીર્થ ભૂમિ હરિદ્વાર મા ભવ્ય વિશાળ કાવડયાત્રા તથા ગંગા પૂજન આરતી નો કાવડયાત્રીકો લાભ લઈને ધન્ય અને કૃત કૃતાર્થ થયા હતા હરિદ્વાર અને ગંગાજી હરિકીપૌડી જયશ્રીરામ,હરહરમહાદેવ અને ગંગામૈયા ના જયકારા થી ગૂંજી ઉઠયા હતા.

સમગ્ર આયોજનમાં અખિલભારતીય સંતસમિતિ ગુજરાત સંયોજક શ્રીઅરવિંદ બ્રહ્મભટ્ટ તથા શ્રીવિમલ ઉપાધ્યાય દ્વારા સમગ્ર કાર્યક્રમ અને સંતો તથા હિન્દુધર્મસેના ના કાર્યકર્તાઓ ની સેવા-વ્યવ્યવસ્થાઓ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અખિલભારતીય સંતસમિતિ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને પંચમહાલના વરિષ્ઠ સંતશ્રી પ.પૂ.રામશરણદાસજી અધ્યક્ષ પંચમહાલ પ.પૂ.સંતપ્રસાદ સ્વામી તથા સંયોજક.પ.પૂ.વિક્રમદાસજી મહારાજ તથા અન્ય પૂજય સંતો તથા હિન્દુધર્મસેના ના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.