Western Times News

Gujarati News

ઇટાલીમાં વ્યક્તિને એક સાથે થયો HIV, કોરોના, મંકીપોક્સ

આ વ્યક્તિએ કર્યું હતું સમલૈંગિક સેક્સ

વ્યક્તિ પાંચ દિવસની સ્પેનની યાત્રા પર ગયો હતો

રોમ,ઈટાલીમાં સંશોધકોને એક વિચિત્ર કિસ્સો જાેવા મળ્યો છે. અહીં એક વ્યક્તિ મંકીપોક્સ, કોરોના વાયરસ અને ૐૈંફથી એક સમયે સંક્રમિત થયો છે. જાણકારી પ્રમાણે ત્રણેય વાયરસ નવા છે અને સ્પેનની એક યાત્રા બાદ તે સંક્રમિત થયો છે. દર્દી ૩૬ વર્ષનો એક ઇટાલિયન નાગરિક છે.

સ્પેનની ૫ દિવસની યાત્રામાંથી પરત આવ્યાના ૯ દિવસ બાદ તેને તાળ, ગળામાં ખારાશ, થાક, માથામાં દુખાવો અને કમરમાં સોજાની સમસ્યા જાેવા મળી હતી. તેણે એક પુરૂષ સાથે કોન્ડોમ વગર સંબંધ બનાવ્યો હતો.જર્નલ ઓફ ઇનફેક્શનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે લક્ષણોના ત્રણ દિવસ બાદ તે કોરોના વાયરસથી સંક્રમિત મળ્યો છે. જાન્યુઆરીમાં આ વ્યક્તિ વેક્સીન લીધાના થોડા દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થયો હતો.

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેના હાથમાં એક દાણો જાેવા મળ્યો અને થોડા સમયમાં તેના શરીરમાં ફોલ્લીઓ ફેલાઈ ગઈ. ત્યારબાદ તેને સિસિલીના પૂર્વ કિનારાના કૈટેનિયા શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં તેના ઉપર ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તે મંકીપોક્સ, કોરોના વાયરસ અને HIVપોઝિટિવ મળ્યો હતો. HIV ની વિસ્તૃત તપાસ કરતા જાણવા મળ્યું કે તે હાલમાં સંક્રમિત થયો છે.

લગભગ એક સપ્તાહ બાદ કોરોના અને મંકીપોક્સથી સાજા થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. કૈટેનિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે આ કેસ દેખાડે છે કે કોરોના અને મંકીપોક્સ વાયરસના લક્ષણ કેવી રીતે એકબીજા પર હાવી થઈ શકે છે.

સંશોધકોએ કહ્યું કે આ એકમાત્ર કેસ છે જેમાં મંકીપોક્સ, કોરોના વાયરસ અને ૐૈંફ ત્રણેય સંક્રમણ એક સાથે મળ્યા છે. તેમણે કહ્યું કે તે વાતના કોઈ પૂરાવા નથી, જે તે દર્શાવે કે ત્રણેય વાયરસ એકસાથે થવા પર ગંભીર સ્થિતિ પેદા થઈ શકે છે. પરંતુ સંશોધકોએ કહ્યું કે જે પ્રમાણે દુનિયામાં મંકીપોક્સના કેસ વધી રહ્યાં છે તે જાેવા આ વાયરસ વિશે માહિતી મેળવવી જાેઈએ.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.