Western Times News

Gujarati News

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર પછી દિલ્હી: કેટલાક ધારાસભ્યો સંપર્ક વિહોણાઃ ‘આપ’ની સરકાર સંકટમાં?

દિલ્હીમાં ‘આપ’ની સરકાર સંકટમાં? આપના ૪૦ ધારાસભ્યોને ભાજપે ૮૦૦ કરોડ રૂપિયાની ઓફર કરીઃ કેજરીવાલ

(એજન્સી)નવીદિલ્હી, દિલ્હીમાં, શાસક આમ આદમી પાર્ટી અને વિપક્ષ ભાજપ વચ્ચે દારૂની નીતિને લઈને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો વચ્ચે રાજકીય ખેંચતાણ વધુ તીવ્ર બની છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હીની કેજરીવાલ સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહી છે.

આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ઘણા ધારાસભ્યોના સંપર્કમાં ન હોવાનો મામલો સામે આવી રહ્યો છે. પાર્ટીના સૂત્રો અનુસાર, પાર્ટીના ઘણા ધારાસભ્યોનો સંપર્ક થઈ રહ્યો નથી. બીજી તરફ રાજકીય ગતિવિધીઓને ધ્યાનમાં લઈને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વિધાયક દળની બેઠક બોલાવી છે.

આપ ધારાસભ્ય આતિશી માર્લેનાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. અમારા ધારાસભ્યોને પૈસાની ઓફર કરવામાં આવી રહી છે અને તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીને પણ ધમકી આપવામાં આવી છે. આ પહેલો પ્રયત્ન નથી. આના પહેલા પણ ભાજપ ઓપરેશન લોટસનો પ્રયત્ન કરી ચુક્યુ છે, પરંતુ તે હંમેશા નિષ્ફળ રહ્યુ હતું

કેજરીવાલના ઘરે આયોજિત મીટિંગમાં પહોંચેલા તિમારપુરના આપઁ ધારાસભ્ય દિલીપ પાંડેએ દાવો કર્યો છે કે ૪૦ ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઈડ્ઢએ આ મામલે તપાસ કરવી જાેઈએ કે આ ૪૦ ધારાસભ્યોને તોડવા માટે ૨૦ કરોડના હિસાબે ૮૦૦ કરોડ ક્યાંથી આવ્યા?

આ પહેલા આમ આદમી પાર્ટીના ૪ ધારાસભ્યોને ભાજપ પર ૨૦-૨૦ કરોડ રૂપિયાની ઓફર કરવાની અને ધમકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આવામાં આમ આદમી પાર્ટીને આશંકા છે કે ક્યાંક ભાજપ તેના ધારાસભ્યોને તોડી ના દે. તેથી બુધવારે સાંજે આમ આદમી પાર્ટીની પૉલિટિકલ અફેર્સ સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યોને બોલાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં કેટલા ધારાસભ્યો બેઠકમાં પહોંચે છે તેના પર સૌની નજર રહેશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ૬૨ ધારાસભ્યો છે.

આ પહેલા બુધવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને તોડવાના પ્રયાસ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. સંજય સિંહે કહ્યું હતું કે ભાજપના લોકો અમારા ધારાસભ્યોને મળવા આવે છે અને ધમકી આપે છે કે મનીષ સિસોદિયાની જેમ નકલી કેસ દાખલ કરી દેશે. તેમણે કહ્યું હતું કે સરકાર તોડવાનો આ ભાજપનો રસ્તો છે. પરંતુ મનીષ સિસોદિયાના કિસ્સામાં આ પ્રયોગ નિષ્ફળ ગયો. તેથી જ હવે ધારાસભ્યોને તોડવા માટે ૨૦ અને ૨૫ કરોડની લાલચ આપવામાં આવી રહી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર પછાડવા માટે તેમણે ૮૦૦ કરોડ રાખ્યા છે. પ્રતિ એમએલએ ૨૦ કરોડ, ૪૦ ધારાસભ્યો તોડવા માંગે છે. દેશ જાણવા માંગે છે કે આ ૮૦૦ કરોડ કોના છે, ક્યાં રાખ્યા છે? અમારો કોઇ ધારાસભ્ય તૂટી રહ્યો નથી. સરકાર સ્થિર છે.

દિલ્હીમાં ચાલી રહેલા બધા સારા કામ યથાવત્‌ રહેશે.આ બેઠક બાદ કેજરીવાલ સહિત આપના તમામ ધારાસભ્યો રાજઘાટ ગયા હતાં અને અહીં બે મિનિટનું મૌન પાળ્યું હતું. કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા બિન ભાજપી સરકારનો તોડવાનું કાવતરૂ રચવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું હતું અને બિહારમાં તેની તૈયારી હતી હવે દિલ્હીમાં આમ કરવાનો પ્રયાસ કરાયો છે પરંતુ તેને અમે નિષ્ફળ બનાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.