Western Times News

Gujarati News

સતત ૫માં દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો, ડીઝલના ભાવ સ્થિર

નવીદિલ્હી, પેટ્રોલના ભાવમાં મંગળવારે સતત પાંચમા દિવસે ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો જ્યારે ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. એક દિવસ પહેલાં ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો કર્યો હતો. દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં ફરી પાંચ પૈસા લીટરનો ઘટાડો થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં બે દિવસથી ઘટાડો અટકી ગયો છે. ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશઃ ૭૨.૬૦ રૂપિયા, ૭૫.૩૨ રૂપિયા, ૭૮.૨૮ રૂપિયા, અને ૭૪.૪૫ રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ કોઇ ફેરફાર ક્રમશઃ ૬૫.૭૫ રૂપિયા, ૬૮.૧૬ રૂપિયા, ૬૮.૯૬ રૂપિયા અને ૬૯.૫૦ રૂપિયા પ્રતિ લીટર છે.

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેંટલ એક્સચેંજ પર બ્રેંટ કૂડના જાન્યુઆરી ડિલીવરી કરારમાં મંગળવારે ૦.૧૯ ટકાનો ઘટાડા સાથે ૬૨.૦૨ ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો. તો બીજી તરફ ન્યૂયોર્ક મર્કેટાઇલ એક્સચેંજ પર અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટના ડિસેમ્બર કરારમાં ૦.૨૩ના ઘટાડા સાથે ૫૬.૪૧ ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.