Western Times News

Gujarati News

જુનિયર વકીલો અંગ્રેજી ભાષાને ‘જ્ઞાનભાષા’ તરીકે જીવનમાં ઉજાગર કરે: બી. એમ. ગુપ્તા

ગુજરાત હાઇકોર્ટથી સુપ્રીમકોર્ટ સુધી પહોંચવા માટે અને સરકારી વકીલથી ન્યાયાધીશ પદ પર પહોંચવા માટે જુનિયર વકીલો અંગ્રેજી ભાષાને ‘જ્ઞાનભાષા’ તરીકે જીવનમાં ઉજાગર કરે કારણ કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે બોલાય છે – બી. એમ. ગુપ્તા

ગુજરાત બાર કાઉન્સિલના કેટલા સભ્યો સેશન્સકોર્ટમાં અંગ્રેજીમાં દલીલો કરીને અસીલને ન્યાય અપાવ્યો છે?!

ત્યારે વકીલ કક્ષાના બુદ્ધિજીવીઓને અંગ્રેજી આવડવું જ જાેઈએ ત્યારે આ વિવાદ અંગે અનેક તર્ક સાથે સિદ્ધાંતિક રજૂઆતો વેસ્ટન ટાઈમ્સ ને જાણવા મળી છે. 

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે અને બીજી તસવીર ગુજરાત બાર કાઉન્સિલની છે ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટણી જીતેલા દરેક સભ્યોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે કે નહીં? એ તો એ જાણે અને બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા સભ્યોમાં ના કેટલાક ટ્રાયલ કોર્ટમાં સ્વયં વકીલાત કરે છે?

કેટલાને અંગ્રેજીમાં બ્રીફ તૈયાર કરતા સ્વયં રીતે આવડે છે ગુજરાતબાર કાઉન્સિલમાં ચૂંટાયેલા કેટલાક સભ્યો ગુજરાત હાઇકોર્ટના વકીલો સમક્ષ ૩૦ મિનિટ અંગ્રેજીમાં વક્તવ્ય આપી શકે છે??! આ સવાલો પણ વકીલા આલમમાંથી પૂછાતા થયા છે અને આમ ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા વચ્ચે મત ભેદ ઉદ્‌ભવ્યા છે

ત્યારે અસીલને ફક્ત સસ્તો અને ઝડપી ન્યાય મળે એટલું પૂરતું નથી પરંતુ ઊંચી ગુણવત્તા વાળો અને સક્ષમ ન્યાય મળે એ પણ એટલું જ જરૂરી છે! જાે ગુજરાત હાઇકોર્ટમાં આડેધડ અરજીઓ દાખલ થશે તો લોકોને ઝડપી ન્યાય કેમનો મળશે?

એટલે દરેક પ્રશ્નનો તુલનાત્મક અભ્યાસ કરીને અને સંભવિત સમસ્યાનો ઉકેલ શોધીને અને પછી ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષામાં કાર્યવાહી અંગે વિચારી શકાય માની લો કે કોઈ વખતે ગુજરાતી ભાષામાં દલીલો કરે છે એની સામે ગુજરાત હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલ અંગ્રેજીમાં દલીલ કરી છે તો તેમને હાઇકોર્ટમાં અંગ્રેજી બોલતા કહી શકાશે ખરા??! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

રાજકારણ એ કેવો ધંધો છે જેમાં પડવા માટે લાયકાત કે અનુભવની જરૂર નથી – રોબર્ટ લુઈ સ્ટીવન્સન

 

શ્રી બી.એમ.ગુપ્તા (પૂર્વ પ્રમુખ ફોજદારી બાર)
શ્રી બી.એમ.ગુપ્તા (પૂર્વ પ્રમુખ ફોજદારી બાર)

રોબર્ટ લુઈસ ને સરસ કહ્યું છે કે “રાજકારણ એક એવો ધંધો છે જેમાં પરવા માટે લાયકાત કે અનુભવની જરૂર પડતી નથી”!! જ્યારે થોમસ ગ્રાઉન્ડ નામના વિચારે કે સરસ કહ્યું છે કે “જે વ્યક્તિ કિનારે પહોંચવા હલેસા નથી મારતો એ ફક્ત ભગવાનની પ્રાર્થનાથી ભાગ્યે જ કિનારે પહોંચે છે”!!

ગુજરાત હાઇકોર્ટમાં કેસ લડવા માટે ગુજરાતી ભાષાને મંજૂરી મળે તે અંગે વકીલ કર્મસીલોમાં વૈચારિક મત ભેદ પ્રવર્તે છે કેટલાક વકીલો કહે છે કે કોર્ટમાં વકીલાત કરતા જાેયા નથી અને કેટલાકને અંગ્રેજી આવડતું નથી એવા વકીલો ગુજરાત હાઇકોર્ટનો પ્રોસેડિંગ ગુજરાતીમાં થાય એવું ઇચ્છે છે

તો કેટલાક વકીલો પૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેમનું અંગ્રેજી નબળું છે માટે હાઇકોર્ટનો ગુજરાતીમાં પ્રોસીડીંગ થાય એવા વિચારો રજૂ કરે છે તો કેટલાક એવું માને છે કે અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય ભાષા છે જે વિશ્વને નજીક લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન કરી છે ત્યારે વકીલ કક્ષાના બુદ્ધિજીવીઓને અંગ્રેજી આવડવું જ જાેઈએ ત્યારે આ વિવાદ અંગે અનેક તર્ક સાથે સિદ્ધાંતિક રજૂઆતો વેસ્ટન ટાઈમ્સ ને જાણવા મળી છે.

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષામાં વકીલાત કરવાની રજૂઆત ખોટી નથી. પરંતુ અંગ્રેજી એ જ્ઞાન ભાષા તરીકે વકીલોને આવડવી જાેઈએ – શ્રી બી. એમ. ગુપ્તા

ફોજદારી કોર્ટ બાર ના પૂર્વ પ્રમુખ અને જાણીતા વિદ્વાન એડવોકેટ શ્રી બી.એમ. ગુપ્તાએ બ્રિટિશ ઉપર અને વિદ્વાનાવિદ અને એટર્ની જનરલના ફ્રાન્સીસ બેકન નાશબ્દો યાદ કરતા કહ્યું છે કે “જ્ઞાનીને જેટલી તકો પ્રાપ્ત થાય છે તેનાથી વધારે તો તે સ્વયં ઉભી કરી લે છે” કેટલાક વ્યવસાયમાં માનવી દરેક પ્રકારનું નાનું મોટું જ્ઞાન જરૂરી છે

એમ જણાવીવધુમાં એ જણાવ્યું છે કે ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી એ ગુજરાતી ભાષામાં શરૂ થાય તેવા વિચારનો વિરોધ ન હોઈ શકે પરંતુ વકીલાતના વ્યવસાયમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન અનિવાર્ય છે કારણ કે અંગ્રેજી ભાષા એ સુપ્રીમકોર્ટમાં વકીલાત કરવા માટે જરૂરી છે

હાઇકોર્ટમાંથી સુપ્રીમકોર્ટમાં કેસ અપીલ માં મૂકવો હોય તો પણ અંગ્રેજીમાં તર્ક બંધ મુદ્દા સાથે રજૂઆત કર્યા વગર ચાલી શકે તેમ નથી સુપ્રીમકોર્ટમાં એવા વકીલો વકીલાત કરી શકે છે કે જેમને ટ્રાયલ કોર્ટમાં વકીલાત કરી હોય, પછી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરવી હોય અને ત્યારબાદ જરૂરી પરીક્ષા પાસ કરીને સુપ્રીમકોર્ટમાં વકીલાત કરી શકાય છે!!

સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઇકોર્ટના બે થી ત્રણ ન્યાયાધીશો હોય છે બાકીના બધા બિન ગુજરાતી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા ન્યાયાધીશો હોય છે દેશના દક્ષિણના રાજ્યમાં ફક્ત અંગ્રેજી ભાષાનું ચલણ છે અને દેશની વિવિધ હાઇકોર્ટ પણ માં પણ અપાતા ચુકાદાઓ મોટેભાગે અંગ્રેજીમાં હોય છે

પરિણામે વકીલાતના વ્યવસાયમાં વકીલો અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ મેળવે એ તેમના વ્યવસાયહીત માટે જરૂરી છે શ્રી બી.એમ નું ગુપ્તાએ વધુમાં જણાવ્યું છે હાઇકોર્ટમાં વર્ષોથી કરતા અનુભવી ધારાસભ્યો સુપ્રીમકોર્ટમાં પણ પોતાની લીંક ધરાવતા હોય છે

માટે અંગ્રેજી ભાષાને એક જ્ઞાન ભાષા તરીકે જાણવી અને સમજવી વકીલો માટે જરૂરી છે ન્યાયાધીશની પરીક્ષા આપવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે! આજના યુગમાં ગુજરાતના અને દેશના યુવાનો અમેરિકા અને બ્રિટનમાં વકીલાત નો અભ્યાસ કરવા જાય છે અને પોતાની કારકિર્દી બનાવે છે જે બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે

જાે હાઇકોર્ટ ની અંદર ગુજરાતી ભાષામાં વકીલાત ની છુટ અપાશે તો વકીલો હાઇકોર્ટમાં પાર્ટી ઇન પર્સનની અરજીઓ વધારે કરાવશે અને હાઇકોર્ટમાં વકીલાત અંગેનું જાળવવાનું જ્ઞાન નહીં હોય તો અનેક સમસ્યાઓ પેદા થશે એટલું જ નહીં અનેક વહીવટી પ્રશ્નો પણ પેદા થશે અને બાર અને બેન્ચ વચ્ચે પણ મુદ્દા રોજ દરરોજ ઊભા થવાની શક્યતા નકારી શકાય નહીં આ તમામ હકીકત ધ્યાને લેવા બી.એમ.ગુપ્તા એ અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.