Western Times News

Gujarati News

રૂા. ૧૦૦થી વધુની મોંઘી દવાઓ પર સરકાર માર્જિન નિયંત્રણ લાદશે

tablet medicines

(એજન્સી)નવીદિલ્હી,દેશમાં જીવન આવશ્યક દવાઓના સતત વધતા જતા ભાવને નિયંત્રણમાં રખાયા બાદ હવે સરકાર સમગ્ર દવા ઉદ્યોગને એક નવા પ્રાઈઝ મીકેનીઝમ હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે અને રૂા. ૧૦૦થી મોંઘી તમામ દવાઓમાં કંપનીથી લઇ વ્યાપારી સુધીના માર્જિનમાં નિયંત્રણ આવી જશે.

હાલ જે દવાઓ આવશ્યક અને જીવન જરુરિયાતની રાષ્ટ્રીય યાદીમાં સામેલ છે તે દવાઓના ભાવ સરકાર નક્કી કરે છે પરંતુ મોટાભાગની ફાર્મા કંપનીઓ આ પ્રકારની દવાઓ બીજા બ્રાન્ડ હેઠળ મોટી કિંમત વસૂલે છે.

અને ફાર્મા કંપનીઓ વચ્ચે સિન્ડીકેટના કારણે દવાઓના ભાવ પર કોઇ ભાગ્યે જ કોઇ અંકુશ પરંતુ ટોચના સરકારી સુત્રોના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં સરકાર રૂા. ૧૦૦થી વધુ કિંમતની દવાઓ પરના માર્જિન નિશ્ચિત કરશે.

રાષ્ટ્રીય ઔષધ મૂલ્ય પ્રાધીકરણ આ અંગે ફાર્મા કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે અને તેમાં સકારાત્મક સંકેત મળ્યો છે. ખાસ કરીને ઉત્પાદક કંપનીઓ અને આખરી વિક્રેતા વચ્ચે જે મોટો માર્જિન છે તે મર્યાદિત કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.