Western Times News

Gujarati News

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આજથી ૯૧.૫ રૂપિયા ઘટ્યા

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ઓગસ્ટ મહિનો તો ગયો. આજથી સપ્ટેમ્બર મહિનો શરૂ થયો. આ મહિનો અનેક નવા ફેરફાર લઈને આવ્યો છે. એક સપ્ટેમ્બરથી થયેલા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે જે તમારે જાણવા ખાસ જરૂરી છે. કોઈ ફેરફારથી તમને ફાયદો થશે તો કોઈ ફેરફારથી તમારે હવે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આજથી ૯૧.૫ રૂપિયા ઘટ્યા છે.

દિલ્હીમાં તેના ભાવ ઘટીને ૧૮૮૫ રૂપિયા થયા છે જ્યારે પહેલા આ સિલિન્ડર ૧૯૭૬.૫૦ રૂપિયાનો હતો. આ સતત પાંચમીવાર એવું બન્યું છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. મે મહિનામાં સિલિન્ડર ૨૩૫૪ રૂપિયાની રેકોર્ડ કિંમત પર પહોંચી ગયો હતો.

તમારી વિમા પોલીસીનું પ્રિમિયમ એક સપ્ટેમ્બરથી ઘટશે. ઈરડા તરફથી જનરલ ઈન્શ્યુરન્સના નિયમોમાં કરાયેલા ફેરફાર બાદ ગ્રાહકોને ૩૦થી ૩૫ ટકાની જગ્યાએ હવે ફક્ત ૨૦ ટકા મિશન એજન્ટને આપવાનું રહેશે. જેની સીધી અસર પ્રીમિયમ પર પડશે.

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે કેવાયસી અપડેટ કરવાની તારીખ ૩૧ ઓગસ્ટ હતી. જાે તમે હજુ સુધી તમારું કેવાયસી અપડેટ ન કરાવ્યું હોય તો તમારું ખાતું બ્લોક થઈ શકે છે. એટલે કે તમારે એકાઉન્ટ ઓપરેટ કરવા માટે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

નેશનલ પેન્શન સ્કિમમાં એક સપ્ટેમ્બરથી એકાઉન્ટ ઓપન કરવાવા બદલ પોઈન્ટ ઓફ પ્રેઝન્સને કમિશન અપાશે. અત્રે જણાવવાનું કે PoP દ્વારા જ એનપીએસમાં રોકાણકારોને રજિસ્ટ્રેશન તથા અન્ય પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આજથી PoP ને ૧૦ રૂપિયાથી લઈને ૧૫ હજાર રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ હતી. સરકાર તરફથી વાંરવાર તારીખ આગળ વધારાયા બાદ પણ જાે તમે કેવાયસી અપડેટ કરાવી શક્યા નથી તો તમને ૧૨મા હપ્તાનો લાભ મળશે નહીં. અત્રે જણાવવાનું કે સરકાર કેવાયસી અપડેટ કરાવનારાના ખાતામાં જ પૈસા ટ્રાન્સફર કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.