Western Times News

Gujarati News

દક્ષિણ આફ્રિકી દેશમાં મોંઘવારી ચરમસીમાએ

Inflation is on the rise worldwide: Food prices rise

સોના-ચાંદી પડતા મૂકી લોકો ધડાધડ ગાયોમાં રોકાણ કરી રહ્યા છે

લોકો પાસે રોકાણ કરવા માટે બહુ વિકલ્પ બચ્યા નથી, અહીં બેંકોની હાલત પણ ખરાબ થઈ ચૂકી છે

નવી દિલ્હી,ઝિમ્બાબ્વે હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ દક્ષિણ આફ્રિકી દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે. આંકડા જાેઈએ તો જૂનમાં અહીં મોંઘવારી દર ૧૯૨ ટકા પર પહોંચી ગયો હતો. જે સૌથી વધુ છે. જેનું એક કારણ યુક્રેન-રશિયા યુદ્ધ પણ છે.

યુદ્ધના કારણે ઘરેલુ જરૂરિયાતોના ભાવ આકાશને આંબી રહ્યા છે. રિપોર્ટ્‌સ મુજબ બે દાયકામાં બેંકોમાં રોકાણ કરનારાઓએ જમાપૂંજી ગુમાવી દીધી છે. આવામાં લોકો પાસે રોકાણ કરવા માટે બહુ વિકલ્પ બચ્યા નથી. અહીં બેંકોની હાલત પણ ખરાબ થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં લોકો સુરક્ષિત રોકાણની તકો શોધી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ઝિમ્બાબ્વેની આ હાલત રાતોરાત નથી થઈ.

છેલ્લા બે દાયકાથી અહીં ફુગાવામાં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. દેશની કરન્સી પર હવે લોકોનો ભરોસો ખતમ થઈ ચૂક્યો છે. આવી હાલતમાં દેશમાં લોકો એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે. ડોયચે વેલેએ પોતાના રિપોર્ટ સિલ્વરબેંક એસેટ મેનેજર્સના સીઈઓ ટેડ એડવર્ટ્‌સના હવાલે જણાવ્યું છે કે ઝિમ્બાબ્વેમાં ખરાબ હાલત વચ્ચે લોકો પશુમાં રોકાણ કરી રહ્યા છે.

વાત જાણે એમ છે કે ગાયોમાં રોકાણ એક સુરક્ષિત વિકલ્પ છે. તેમની કંપની પશુઓ પર આધારિત એક યુનિટ ટ્‌ર્સ્ટ છે. તેમનું કહેવું છે કે કેટલીક એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પશુઓમાં રોકાણ દ્વારા પૈસા બનાવવાનો પરંપરાગત રીત લઈને આવી છે. ઉદાહરણ તરીકે એડવર્ડ્‌સની કંપનીએ મોંબે મારી નામથી એક યુનિટ ટ્રસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ બનાવ્યું છે.

જેમાં રોકાણ કરવા માટે લોકો સ્થાનિક કરન્સીનો પણ ઉપયોગ કરી શકે છે. તેમનું કહેવું છે કે મોંઘવારીના આ દોરમાં લોકો માટે ગાયોમાં રોકાણ કરવું નફાનો સોદો સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પશુઓમાં રોકાણે મોંઘવારીના ઝડકાને પણ સહન કરી લીધો છે. અત્રે જણાવવાનું કે ઝિમ્બાબ્વેની એક મોટી વસ્તી પશુપાલનના ભરોસે છે. આવામાં આ જ તેમની જમાપૂંજી છે.

અહીંના ખેડૂતોનું માનવું છે કે પશુઓમાં રોકાણ કરવું તેમના માટે ક્યારેય ખોટનો સોદો સાબિત થયો નથી. પશુઓમાંથી દૂધ, ગોબર વગેરે તો મળે જ છે. કિંમત વધતા તેમને વેચવાનો પણ વિકલ્પ રહે છે. મોંઘવારીના દોરમાં પણ પશુઓની કિંમત જળવાઈ રહે છે. આ સાથે જ પ્રજનન બાદ પણ પશુઓની કિંમત વધી જાય છે. એટલે કે દર વર્ષે સરેરાશ એક વાછરડાનો જન્મ થાય છે.

જે વ્યાજ સમાન જ છે. ખેડૂતોનું માનવું છે કે સોના-ચાંદીની જગ્યાએ પશુઓમાં રોકાણ એક સારો વિકલ્પ છે. કારણ કે પશુઓની કિંમત પર બહુ અસર પડતી નથી, દૂધ-ગોબરથી કમાણી પણ રહે છે અને વ્યાજ તરીકે તે વાછરડા કે વાછરડી પણ આપે છે. ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન મુજબ ઝિમ્બાબ્વેની જીડીપીમાં પશુઓની ભાગીદારી ૩૫ થી ૩૮ ટકા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.