Western Times News

Gujarati News

પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS VIKRANT ભારતીય નેવીને સોંપાયું

કોચી,સમુદ્ર પર તરતો અભેદ કિલ્લો છે આ આઇએનએસ વિક્રાંત. દરિયાનો બાદશાહ….પીએમ નરેન્દ્ર મોદીએ આજે સવારે કોચીના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં તેને નેવીને સમર્પિત કર્યું.

આઈએનએસ વિક્રાંતની ડિઝાઈન અને નિર્માણ, બધુ ભારતમાં જ કરાયું છે. પીએમ મોદીએ આ સાથે નેવીના નવા ફ્લેગનું પણ અનાવરણ કર્યું જે બ્રિટિશ રાજના પડછાયાથી દૂર છે.

એકબાજુ તિરંગો અને બીજી બાજુ અશોકસ્તંભ છે.

આ અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને અન્ય હસ્તીઓ પણ હાજર રહ્યા હતાં.

પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે કેરળના સમુદ્રના તટ પર સમગ્ર ભારત એક નવા ભવિષ્યના સૂર્યોદયનું સાક્ષી બની રહ્યું છે.INS VIKRANT પર થઈ રહેલું આયોજન, વિશ્વ ક્ષિતિજ પર ભારતના બુલંદ થતા જુસ્સાનો હુંકાર છે.
વિક્રાંતથી હળવા હેલિકોપ્ટર અને હળવા ફાઈટર વિમાન ઉપરાંત મિગ-૨૯ ફાઈટર જેટ અને મલ્ટી રોલ હેલિકોપ્ટરો સહિત ૩૦ વિમાનથી યુક્ત એરવિંગના સંચાલનની ક્ષમતા છે.

શોર્ટ ટેક ઓફ બટ, રેસ્ટેડ લેન્ડિંગ જેવા નવા વિમાન ચાલન મોડનો ઉપયોગ પણ તેમાં કરાયો છે.વિક્રાંતમાં ૨૩૦૦ કમ્પાર્ટમેન્ટ સાથે ૧૪ ડેક છે જે લગભગ ૧૫૦૦ જવાનોને લઈ જઈ શકે છે અને તેમના ભોજનની જરૂરિયાતને પૂરી કરવા માટે તેની રસોઈમાં લગભગ ૧૦,૦૦૦ રોટી બનાવી શકાય છે.

આ યુદ્ધ જહાજમાં ૮૮ મેગાવોટ વિજળીની ચાર ગેસ ટર્બાઈન લાગેલા છે. તેની વધુમાં વધુ ગતિ ૨૮ (નોટ) સમુદ્રી માઈલ છે. તે ૨૦,૦૦૦ કરોડના ખર્ચે બનેલું છે. આ સમગ્ર પ્રોજેક્ટ રક્ષા મંત્રાલય અને સીએસએલ વચ્ચે ડીલના ત્રણ તબક્કામાં આગળ વધ્યો છે. જે મે ૨૦૦૭, ડિસેમ્બર ૨૦૧૪ અને ઓક્ટોબર ૨૦૧૯માં પૂરો થયો છે. તે આર્ત્મનિભર ભારતનું આદર્શ ઉદાહરણ છે. જે મેક ઈન ઈન્ડિયા પહેલ પર ભાર મૂકે છે.HM1

First indigenous aircraft carrier INS VIKRANT handed over to Indian Navy


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.