Western Times News

Gujarati News

સાબરકાંઠા જિલ્લાની ૧૯રર આંગણવાડીઓને તાળાં

પ્રતિકાત્મક

૧૯૧૪ આંગણવાડી કાર્યકર અને ૧૮પ૯ તેડાગરની અચોક્કસ મુદતની હડતાળ

હિંમતનગર, પાંચેક દિવસ અગાઉ રાજ્ય મંડળે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યા બાદ સરકારમાંથી કોઈ પ્રતિભાવ ન મળતા આવેદનપત્રમાં ઉચ્ચારેલ ચીમકી અંતર્ગત તા.૧.૯.ર૦રર શુક્રવારથી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પડતર માંગણીઓના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉપાડતા જિલ્લાની ૧૯રર આંગણવાડીઓને તાળા વાગી ગયા છે.

રાજયમાં હાલમાં તમામ વિભાગ- ક્ષેત્રમાં આંદોલન, ધરણા, હડતાળનો માહોલ ચાલી રહ્યો છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ગત તા.ર૬.૮.રર ના રોજ ગુજરાત આંણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ ડે. ડીડીઓ અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને બે

દાયકાથી પડતર ૧૦ જેટલી મુખ્ય માંગણીઓના ઉકેલ માટે તા.૩૧.૮.ર૦રર સુધીમાં સરકાર વાટાઘાટો માટે અને નિરાકરણ લાવવા માટે નહીં બોલાવે તો તા.૧.૯.રર થી અચોક્કસ મુદતની હડતાળ પર જવા ચીમકી ઉચ્ચારાઈ હતી જેના ભાગરૂપે ૧ સપ્ટેમ્બર શુક્રવારથી

સાબરકાંઠા જિલ્લાની ૧૯૧૪ આંગણવાડી કાર્યકર અને ૧૮પ૯ તેડાગર બહેનો કામકાજથી અળગા રહી હડતાળનું બ્યુગલ ફુંકયું છે. જેને પગલે જિલ્લાની ૧૯રર આંગણવાડીને તાળા લાગી ગયા છે. જિલ્લામાં પોલીસકર્મીઓની હડતાળ બાદ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો હડતાળ પર ઉતરી જતા

આરોગ્ય સેવાઓ અને વિવિધ યોજનાઓનું અમલીકરણ ખોરવાઈ જશે તેમાં શંકા નથી. આંગણવાડી કર્મચારી હીનાબેન વણકરે જણાવ્યું કે માનદ વેતન બંધ કરી સરકારી કર્મચારી ગણવા, આઈસીડીએસ સિવાયની કોઈ વધારાની કામગીરી નાબુદ કરવી, તેડાગર બહેનોને પ્રમોશન સહિતની માંગણીઓ ન સંતોષાતા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.