Western Times News

Gujarati News

ભારતીય ઉદ્યોગજગત બાંગ્લાદેશમાં ભારત જેવું વેપારવાણિજ્યની સ્થાપના માટે સરળ વાતાવરણ મળે તો રોકાણ કરવા આતુર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઔદ્યોગિક કોરિડોર અને સક્ષમ વાતાવરણ પર્યાવરણને અનુકૂળ ઊર્જા તરફ પરિવર્તનને ઝડપથી સુનિશ્ચિત કરશેઃ અવાદા ગ્રૂપ

નવી દિલ્હી, અવાદા ગ્રૂપના ચેરમેન વિનીત મિત્તલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઔદ્યોગિક કોરિડોર વિકસાવવાનું સૂચન કર્યું છે, જેથી બાંગ્લાદેશને પુનઃપ્રાપ્ય ઊર્જા તરફ અગ્રેસર થવામાં મદદ મળશે.

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પસંદગીના સીઇઓની વિશેષ બેઠક પછી મીડિયાને સંબોધન કરતાં શ્રી મિત્તલે કહ્યું હતું કે, “ઊર્જા પરિવર્તન બાંગ્લાદેશના અર્થતંત્રને વધારે સ્થિરતા પ્રદાન કરી શકે છે અને ભારત આ માટે બાંગ્લાદેશને ટેકો આપી શકે છે. બાંગ્લાદેશે કટિબદ્ધ ઔદ્યોગિક કોરિડોર સ્થાપિત કરવાનો વિચાર કરવો જોઈએ, જેમાં ભારતીય કંપનીઓ એ ખાતરી સાથે રોકાણ કરી શકે છે કે નીતિગત સાતત્યતા અને વિશ્વસનિયતા જળવાઈ રહેશે તેમજ ભારતની જેમ પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા ઊભી થશે.”

તેમણે ઉમેર્યું હતું કે, “ભારતીય ઉદ્યોગજગત બાંગ્લાદેશમાં રોકાણ કરવા આતુર છે. જ્યારે અમારે સાનુકૂળ અને સક્ષમ વાતાવરણની જરૂર છે, જે ભારતના વેપારવાણિજ્યની સરળતા અને જીવનની સરળતા જેવું માળખું ધરાવે છે.”

સીઇઓની બેઠકનું આયોજન ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઇઆઈ)એ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની ભારતની ચાર દિવસની મુલાકાતના ભાગરૂપે કર્યું હતું, જેથી દેશનું ટોચનું નેતૃત્વ જળ વ્યવસ્થાપન, રેલવે તથા વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ચાવીરૂપ ક્ષેત્રોમાં વિકાસ માટે દ્વિપક્ષીય સમજૂતીઓ કરી શકે અને સંબંધોને વધારે ગાઢ બનાવી શકે.

બાંગ્લાદેશને ભારત જે ટેકો આપી શકે છે એના પર શ્રી મિત્તલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વધુને વધુ પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો સ્વીકાર કરવાથી પડોશી દેશને અનપેક્ષિત આર્થિક આંચકાથી સુરક્ષિત રહેવામાં મદદ મળી શકે છે.

તેમણે કહ્યું હતું કે, “બાંગ્લાદેશની હાલ વાર્ષિક ખાધ આશરે 18 અબજ ડોલર છે, જે માટે ઊર્જાની કિંમતમાં વધઘટ નોંધપાત્ર રીતે જવાબદાર છે. જો બાંગ્લાદેશ અને ભારત ઊર્જા પરિવર્તનના ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરી શકે તથા આ કિંમતોમાં સ્થિરતા લાવી શકે, તો બાંગ્લાદેશની વાર્ષિક ખાધની સમસ્યાનું સમાધાન થઈ શકે છે.

સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આગામી 25 વર્ષ માટે ગ્રીન એનર્જી માટે સૌથી ઓછી કિંમતો મેળવી છે. એટલે એક સમાધાન તરીકે બાંગ્લાદેશ સરકારથી સરકારના ધોરણે એસઇસીઆઈ સાથે જોડાણ કરી શકે છે અને એનો ઉપયોગ ભારતીય ઊર્જા ઉદ્યોગ સુધી પહોંચવા તથા તેમની સાથે જોડાણ કરવા કરી શકે છે, જેથી બાંગ્લાદેશ હાઇડ્રોજનની ખરીદી કરી શકે છે, સૌર, પવન અને દરિયાઈ પવન ઊર્જાની ખરીદી તેમની સંભવિતતા મુજબ કરી શકે છે.”

શ્રી મિત્તલે ઉમેર્યુ હતું કે, “એનાથી બાંગ્લાદેશને અનેક રીતે મદદ મળશે, કારણ કે આ ભારતીય રૂપિયા અને બાંગ્લાદેશી ચલણના રેશિયો વચ્ચે ચલણના સ્વેપ મારફતે થઈ શકશે, જે ઉચિત  1:1.2 છે તથા પડોશી દેશને તેની ઊર્જા કિંમત માટે 25થી 30 વર્ષના ગાળા માટે સ્થિર કિંમતમાંથી લાભ પણ મળશે. એટલે એ બાંગ્લાદેશ માટે વધારે લાભદાયક પુરવાર થશે.”

આ સૂચનો ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રિડની પહેલ ‘વન સન વન વર્લ્ડ વન ગ્રિડ’ પ્રસ્તુત કરી હતી ત્યારે રજૂ કરેલા વિઝનને સુસંગત છે.

તેમણએ ગયા વર્ષે સીઓપી26 શિખર સંમેલનમાં બ્રિટનના તત્કાલિન પ્રધાનમંત્રી બોરિસ જોહન્સન સાથે સંયુક્તપણે આંતરરાષ્ટ્રીય ઇન્ટરકનેક્ટેડ સોલર પાવર ગ્રિડનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ સંગ્રહની જરૂરિયાતો ઘટાડવાની સાથે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાનો તેમજ સૌર પ્રોજેક્ટની વ્યવહારિકતા વધારવાનો અને વિવિધ દેશો અને વિસ્તારો વચ્ચે સહકાર મારફતે ઊર્જાના ખર્ચને ઘટાડવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.