Western Times News

Gujarati News

ગાંધીધામ-પુરી નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે રદ કરાઈ

Ahmedabad Western Railway Division surpasses Rs 1800 crore revenue in 82 days

પ્રતિકાત્મક

રાયપુર મંડળ  પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે ગાંધીધામ-પુરી અને અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે

દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના રાયપુર મંડળ પર લખૌલી-રાયપુર આરવી બ્લોક વચ્ચે ડબલિંગ તથા મંદિર હસૌદ સ્ટેશન પર યાર્ડ મોડેલિંગ કાર્ય અને નયા રાયપુર સ્ટેશનને ચાલુ કરવા માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે અમદાવાદ મંડળમાંથી ઉપડતી ગાંધીધામ-પુરી અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે.જેની વિગતો નીચે મુજબ છે.

રદ્દ કરાયેલી ટ્રેનો

• 07 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ

• 10 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ

ડાયવર્ટ ટ્રેનો

• 8, 10, 11, 12 અને 15 સપ્ટેમ્બર 2022 ટ્રેન નંબર 12844 અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-ટિટિલાગઢ-વિજિયનગરમના બદલે પરિવર્તિત રૂટ વાયા રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા રોડ, સંબલપુર, ટિટિલાગઢ થઈને દોડશે.

• 6, 8, 09, 10, 13 અને 15 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વિજયનગરમ-ટિટિલાગઢ રાયપુરના બદલે પરિવર્તિત માર્ગ વાયા ટિટિલાગઢ, સંબલપુર, ઝારસુગુડા રોડ, બિલાસપુર, રાયપુર થઈને દોડશે.

 

• 9 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 20862 અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-ટિટિલાગઢ-સંબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા રોડ, સંબલપુર થઈને દોડશે.

• 07 અને 14 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સંબલપુર- ટિટિલાગઢ-રાયપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંબલપુર, ઝારસુગુડા રોડ, બિલાસપુર, રાયપુર થઈને દોડશે.

રિશિડ્યુલ ટ્રેનો

• 12 સપ્ટેમ્બર 2022 ની ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયથી 5 કલાક રિશેડ્યૂલ (પુનનિર્ધારીત) કરવામાં આવશે.

• 8, 12 અને 15 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 5 કલાક રિશેડ્યૂલ (પુનનિર્ધારીત) કરવામાં આવશે.

ટ્રેનોના ના સંચાલન સમય, સ્ટોપેજ અનેસંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.