Western Times News

Gujarati News

એમેઝોને અમદાવાદમાં 1.25 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલુ નવુ સોર્ટેશન સેન્ટર ખોલ્યું

પ્રતિકાત્મક

1.25 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલુ, અમદાવાદમાં નવુ સોર્ટેશન સેન્ટર ગુજરાતભરમાં ગ્રાહકોના ઓર્ડર્સની ઝડપી પરિપૂર્ણતાને સક્ષમ બનાવશે

આગામી તહેવારની તૈયારીના ભાગરૂપે એમેઝોન ઇન્ડિયાએ ગુજરાતમાં તેના સૌથી મોટા સોર્ટેશન સેન્ટર ખોલ્યુ હોવાની ઘોષણા કરી છે. અમદાવાદમાં બાવળા વિસ્તારમાં આવેલુ અને 1.25 લાખ ચો.ફૂટ વિસ્તારમાં ફેલાયેલ સોર્ટેશન સેન્ટર અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોના ડિલીવરી સ્ટેશન્સ સુધી ગ્રાહકોના પેકેજ સોર્ટ (અલગ) કરશે અને કનેક્ટ કરશે. Amazon India launches its largest Sortation Center in Gujarat ahead of the festive season

આ વિસ્તરણ સાથે, એમેઝોન ઇન્ડિયા હવે 1.35 લાખ સોર્ટેશન વિસ્તારથી વધુ જગ્યામાં 3 સોર્ટેશન સેન્ટર્સ ધરાવશે. આ વિસ્તરણ રાજ્યના 1.5 લાખથી વધુ વિક્રેતાઓ વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકે, તેમજ તેની સાથે આ તહેવારની સિઝનમાં પ્રોડક્ટ્સની વિશાળ પસંદગી કરી શકે અને ઝડપી ડિલીવરી કરી શકે તે મટે ટેકો આપશે.

Amazon India has announced the launch of its largest sortation center in Gujarat. Situated in Ahmedabad, and spread across 1.25 lakh sq. ft., this facility will sort and connect customer packages to the delivery stations of Ahmedabad and other cities of the state.

“અમે સમગ્ર રાજ્યમાં અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યા છીએ, અને આ વિસ્તરણ નોકરીની નવી તકો ઊભી કરશે. આ વિસ્તરણ આગામી તહેવારોની મોસમ પહેલા ઝડપથી, વિશ્વસનીય અને સુરક્ષિત રીતે પેકેજો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.

અમદાવાદમાં નવું સૉર્ટ સેન્ટર અમને ગુજરાતના વિવિધ ભાગોમાં વધુ ગ્રાહકોને પૂરી કરવામાં મદદ કરશે, જે દેશભરમાં ઈ-કોમર્સના વધતા જતા સ્વીકારનો પુરાવો છે.” એમ એમેઝોન ઇન્ડિયના કસ્ટમર ફુલફિલમેન્ટ, સપ્લાય ચેઇન અને એમેઝોન ટ્રાન્ટપોર્ટેશન સર્વિસીઝના ડિરેક્ટર અભિનવ સિંઘએ (Mr. Abhinav Singh, Director, Amazon India) જણાવ્યું હતું.

ગુજરાતમાં આ વિસ્તરણ સાથે, એમેઝોન ઈન્ડિયા રાજ્યમાં કામની વિવિધ તકો ઊભી કરશે. આ તકો સોર્ટેશન સેન્ટર મેનેજર, સોર્ટર્સ અને પ્રોસેસ એસોસિએટ્સ સુધીની ભૂમિકામાં હશે જેઓ ગ્રાહક ડિલિવરીના વચનને પરિપૂર્ણ કરવા માટે સહયોગથી કામ કરશે.

સોર્ટેશન સેન્ટર્સ એમેઝોનના લોજિસ્ટિક્સ નેટવર્કનો મહત્ત્વનો ઘટક છે. પેકેજીસને ફુલફિલમેન્ટ સેન્ટર્સથી સોર્ટેશન સેન્ટર્સમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમને શહેરમાં કે રાજ્યના અન્ય ભાગમાં ડિલીવરી સ્ટેશન્સે મોકલતા પહેલા અદ્યતન ટેકનલોજી અને ઓટોમેશન દ્વારા સોર્ટ કરવામાં આવે છે.

સોર્ટશન સ્થળ અને ગ્રાહકોને ક્યા વહન માર્ગે મોકલવામાં આવે છે તેની પર આધારિત છે. આ વિસ્તરિત નેટવર્ક આખા ગુજરાતના અને દેશના અન્ય ભાગના ગ્રાહકો માટે પેકેજીસના વહનની ગતિમા વધારો કરવામાં મદદ કરે છે.

નવા સૉર્ટેશન સેન્ટરમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન અને સુવિધાઓ છે જે 10 થી વધુ વરસાદી પાણીના સંગ્રહના ખાડાઓ અને ફ્લશિંગ વોટરની જરૂરિયાત અને બાગકામને પૂર્ણ કરવા માટે પાણીના રિસાયક્લિંગ માટે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સાથે જળ સંરક્ષણ ચલાવવા માટે ટકાઉ ઉકેલોને વેગ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.