Western Times News

Gujarati News

શ્રીલંકાને ચેમ્પિયન તરીકે ૧.૫૦ લાખ ડોલરનું ઈનામ

દુબઈ, એશિયા કપની ૧૫મી સિઝન ખત્મ થઈ ગઈ છે. રવિવારે રમાયેલી ટી ૨૦ ટુર્નામેન્ટની ફાઈનલમાં  શ્રીલંકાએ પાકિસ્તાનને ૨૩ રનથી હરાવ્યું છે. શ્રીલંકાએ ૨૦૧૪ પછી પ્રથમ વખત ટાઈટલને પોતાના નામે કર્યું છે. આ ઓવરઓલ તેનો છઠ્ઠો એવોર્ડ છે. ભારતે સૌથી વધુ ૭ વખત જ્યારે પાકિસ્તાનની ટીમે માત્ર ૨ જ વખત તેની પર કબજાે કર્યો છે.

ફાઈનલમાં શ્રીલંકાએ પહેલા રમતા ૬ વિકેટ પર ૧૭૦ રન બનાવ્યા હતા. ભાનુકા રાજપક્ષેએ અણનમ ૭૧ રનની ઈનિંગ રમી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા. જવાબમાં પાકિસ્તાનની ટીમ ૨૦ ઓવરમાં ૧૪૭ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. શ્રીલંકાને ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને ૮ વિકેટથી હરાવ્યું હતું. તે પછીથી ટીમે સતત ૫ મેચ જીતેને ટાઈટલને પોતાના નામે કર્યું હતું.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ(છઝ્રઝ્ર) તરફથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ફાઈનલ જીત્યા પછી શ્રીલંકાને ચેમ્પિયન તરીકે ૧.૫૦ લાખ ડોલરનું ઈનામ મળ્યું. એટલે કે લગભગ ૧.૨૦ કરોડ રૂપિયા. જ્યારે રનરઅપ એવા પાકિસ્તાનને ૭૫૦૦૦ હજાર ડોલર એટલે કે લગભગ ૬૦ લાખ રૂપિયા મળ્યા.

ઈનામ વિતરણ સમારંભમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ હાજર હતા. ટીમ ઈન્ડિયા આ સિઝનમાં સુપર-૪થી જ બહાર થઈ ગઈ હતી.

લેગ સ્પિનર અને ઓલરાઉન્ડર વાનિંદુ હસારંગા પ્લેયર ઓફ ધ સિરિઝ બન્યા. તેમણે ટી ૨૦ ટુર્નામેન્ટમાં ૬ મેચમાં ૧૯ની સરેરાશથી ૯ વિકેટ ઝડપી હતી.

ઈકોનોમિ ૭.૩૯ની રહી. ૨૧ રન આપીને ૩ વિકેટ ઝડપીને બેસ્ટ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ બેસ્ટમેન તરીકે તેમણે ૨૨ની સરેરાશથી ૬૬ રન બનાવ્યા હતા. સ્ટ્રાઈક રેટ ૧૫૦ની રહી. ફાઈનલમાં તેમણે ૨૧ બોલમાં ૩૬ રન બનાવ્યા. સ્ટ્રાઈક રેટ ૧૭૧ની રહી. પછીથી ૨૭ રન આપીને ૩ વિકેટ લીધી. તેમણે એક જ ઓવરમાં ૩ વિકેટ લઈને પાકિસ્તાનને બેકફુટ પર ધકેલી દીધું હતું.

સ્ટાર સ્પોર્ટ્‌સ પર કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે એશિયાકપને ટી૨૦ વર્લ્ડ કપ પછીની સૌથી મોટી ટુર્નામેન્ટ ગણાવી. તેમણે કહ્યું કે એશિયામાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવી મજબૂત ટીમ છે. ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટ પહેલ શ્રીલંકાને કોઈ પણ ચેમ્પિયન માની રહ્યું નહોતું. જાેકે તેણે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.