Western Times News

Gujarati News

જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાની વિનંતીને પડકારતી અંજુમન સમિતિની અરજીને ફગાવાઈ

Varanasi court says Hindu side plea for worship in Gyanvapi mosque maintainable

સર્વેાચ્ચ અદાલતે જ્ઞાનવાપી કેસમાં આદેશ આપતા વારાણસીની જિલ્લા અદાલતને પહેલા સુનાવણીના આધારે આ અરજીની યોગ્યતા પર નિર્ણય લેવા જણાવ્યું હતું: આ સંબંધમાં કોર્ટ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. 

વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થિત શૃંગાર ગૌરીના નિયમિત દર્શન–પૂજાની માંગ કરતી હિન્દુ પક્ષ દ્રારા દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણી લાયક છે કે નહીં તે અંગે વારાણસીની જિલ્લા અદાલત આજે તેનો ચુકાદો આપ્યો હતો.  કોર્ટના સંભવિત ચુકાદાને ધ્યાનમાં રાખીને વારાણસી શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી.

વારાણસીની જિલ્લા અદાલતે સોમવારે જ્ઞાનવાપી મસ્જિદમાં હિંદુ દેવી-દેવતાઓની દૈનિક પૂજા માટે પરવાનગી માટેની હિંદુ ઉપાસકોની વિનંતીને પડકારતી અંજુમન સમિતિની અરજીને ફગાવી દીધી હતી.

જ્ઞાનવાપી શ્રીનગર ગૌરી વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતા જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની સિંગલ બેન્ચે કેસ જાળવી રાખવા યોગ્ય છે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વારાણસીના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દળને તહેનાત કરી દેવાયા છે. તો બીજી બાજુ પોલીસ ટીમ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

વારાણસી પોલીસ કમિશનર એ. સતીશ ગણેશે જણાવ્યું કે જ્ઞાનવાપી–શ્રૃંગાર ગૌરી કેસમાં આજે રે જિલ્લા કોર્ટ ચુકાદાને ધ્યાનમાં રાખીને, સાવચેતીના પગલા તરીકે, વારાણસી કમિશનરેટમાં કલમ ૧૪૪ લાગુ કરવા માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારના ધાર્મિક નેતાઓ સાથે મુલાકાત કરીને સુમેળભર્યુ વાતાવરણ બનાવી રાખવા યોગ્ય વાતચીત કરવા સૂચના આપવામાં આવી છે.

પોલીસ કમિશનર એ. સતીષ ગણેશે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરને સેકટરોમાં વિભાજીત કરીને તમામ સેકટરોમાં જરીયાત મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં લેગ માર્ચ અને ફટ પેટ્રોલિંગની સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વારાણસીના જિલ્લા ન્યાયાધીશ એ.કે. ના. વિશ્વેશની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં આ અરજી સુનાવણી કરવા માટે યોગ્ય છે કે કેમ તે અંગે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. કોર્ટે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ સોમવારે એટલે કે આજે ૧૨ સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.

દિલ્હીની રાખી સિંહ અને વારાણસીની ચાર મહિલા રહેવાસીઓએ ગયા વર્ષે સિવિલ જજ સિનિયર  ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં અરજી દાખલ કરીને જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાલ પર સ્થિત હિંદુ દેવી–દેવતાઓની દરરોજ પૂજા કરવાનો આદેશ માંગ્યો હતો. સિવિલ જજ સિનિયર ડિવિઝનના આદેશથી ગયા મે મહિનામાં જ્ઞાનવાપી કેમ્પસનો વીડિયોગ્રાફી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

દરમિયાન, મુસ્લિમ પક્ષે સર્વેાચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને આ સર્વેક્ષણ પર રોક લગાવવા માટે અરજી કરી હતી, તેને પૂજા સ્થળ અધિનિયમ, ૧૯૯૧નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જો કે કોર્ટે વીડિયોગ્રાફી સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કર્યેા હતો, પરંતુ ટ્રાયલ ડિસ્ટિ્રકટ જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ ગત ૧૯ મેના રોજ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન હિંદુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદના વજુ ખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યેા હતો, યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું.

આ બાબતને પ્લેસ ઓફ વર્શીપ એકટ, ૧૯૯૧ વિદ્ધ ગણાવતા મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે આ મામલો સુનાવણી માટે યોગ્ય નથી. જિલ્લા ન્યાયાધીશે આ સંદર્ભે દાખલ કરાયેલી અરજી પર પહેલા સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો.

આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હિંદુ પક્ષનો દાવો છે કે મુસ્લિમ પક્ષ ઘણા જૂના દસ્તાવેજો રજૂ કરી રહ્યું છે, જે આ બાબત સાથે સંબંધિત નથી. જો કે, આ મામલો જાળવી શકાય છે કે કેમ તે અંગે કોર્ટે ૧૨ સપ્ટેમ્બરે ચુકાદો સંભળાવવાનું નક્કી કયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.