Western Times News

Gujarati News

320 કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરીની અટકાયત

former Mehsana Dudhsagar dairy chairman ipul Chaudhry arrested

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી અટકાયત કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં રૂપિયા 320 કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે તપાસ દરમિયાન અનેક ગોટાળાઓ સામે આવ્યા છે.સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવી રૂપિયા 320 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.

આ મામલે મહેસાણા એસીબી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના સીએની ધરપકડ કરાઇ છે જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.

વિપુલ ચૌધરીની ધરપકડને પગલે મહેસાણામાં રાજકારણ ગરમાયુ છે નાણાકીય ગોટાળામાં વિપુલ ચૌધરીની અટકાયત થતા રાજકીય સમીકરણ બદલાયું છે.

અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે હવે વિપુલ ચૌધરીની અટકાયતના પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.