Western Times News

Gujarati News

કેનેડાના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના

ઓટાવા, કેનેડામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટોરન્ટોમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કેટલાક અસમાજિક તત્વો દ્વારા મંદિરને ક્ષતિ પહોંચાડવામાં આવી છે. આટલું જ નહીં મંદિરમાં ભારત વિરોધી વાતો પણ લખવામાં આવી છે.

ભારત સરકારે આનો વિરોધ નોંધાવ્યો છે. ઓટાવામાં આવેલા ભારતીય હાઈ કમિશને કેનેડિયન વહીવટીતંત્રને આ બાબતની તપાસ કરવા અને આરોપીઓ સામે ઝડપી અને કડક પગલાં લેવા આગ્રહ કર્યો છે. જાેકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં.

સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવા પર ભારે વાંધો ઉઠાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના મંગળવારે ઘટી હતી. આ મામલો ભારતીય હાઈ કમિશને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભારતીય હાઈ કમિશને ટ્‌વીટ કરીને જણાવ્યુ છે કે, ‘ટોરોન્ટોમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડવાની અને ભારત વિરોધી વાતો લખવાની ઘટનાની અમે સખત નિંદા કરીએ છીએ. કેનેડિયન સરકારને આ કેસમાં આરોપીઓ સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા આગ્રહ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર મંદિરને નુકસાન પહોંચાડ્યા બાદ તેને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંદિરની દીવાલો પર ખાલિસ્તાનીના નારા જાેવા મળી શકે છે. બ્રામ્પટન (દક્ષિણ)ના સાંસદ સોનિયા સિદ્ધુએ આ સમગ્ર ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્‌વીટ કર્યું કે, અમે બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક દેશમાં રહીએ છીએ, જ્યાં દરેકને સુરક્ષિત અનુભવવાનો અધિકાર છે. તેમણે વધુમાં લખ્યું છે કે, જેમણે પણ આ પ્રકારનું કામ કર્યું છે, તેમને શોધી કાઢવા જાેઈએ અને તેમની સામે કડક કાર્યવાહી થવી જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.