Western Times News

Gujarati News

માનવ જીવનનું બ્રહ્માસ્ત્ર પ્રેમ છે, યુદ્ધ નહીં નો સંદેશો પરમેશ્વરે આપ્યો છે!

Ujjain's Mahakal Temple when Ranbir Kapoor Alia Bhatt

 બ્રહ્માસ્ત્ર ફિલ્મે આ સંદેશો ફિલ્મ દ્વારા પૂનઃજીવિત કર્યો છે!

તસવીર મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈન શહેરના મહાકાલ મંદિરની છે બીજી તસવીર ફિલ્મના નાયક રણબીર કપૂર અને આલિયા ભટ્ટની છે જેઓ મહાકાલ ના દર્શન કરવા ગયા હતા જેથી પરમેશ્વર તેમની ફિલ્મને સફળતા અપાવે!! પરંતુ સ્થાનિક સંગઠનના કાર્યકરોએ તેમને મંદિરમાં દર્શન કરવા જતા રોક્યા હતા

અને ઘણા સમય પૂર્વે ફિલ્મના હીરો રણબીર કપૂરે એવું કથિત રીતે કહ્યું હતું કે તેને બીફનો માસ પસંદ છે?! જેના પ્રત્યાઘાત રૂપે તેમનો મંદિર પ્રદેશ અટકાવ્યો હતો ત્યારે સવાલ એ ઊઠે છે કે રણબીર કપૂર જે સત્ય બોલ્યો તેની એ સજા હતી?! મહાત્મા ગાંધીએ ‘સત્યના પ્રયોગો’ નામના પુસ્તકમાં પોતે ઘણી કબુલાત કરી હતી!

ત્યાર પછી તેમના આ ‘સત્ય’ની કબુલાત સામે ક્યારેય સંગઠનો ઉહાપો કરી કોઈ મંદિરમાં જતા અટકાવ્યા નથી ત્યારે મધ્યપ્રદેશમાં બનેલી આ વિવાદસ્પદ ઘટનાએ લોકશાહી વિરુદ્ધ ની છે?! માનવીના બંધારણીય મૂળભૂત અધિકારો ની વિરુદ્ધની છે તેની નોંધ લઈ આ ફિલ્મ જાેવા અનેક પ્રક્ષકો ઉમટી પડ્યા છે

શું કોઈ વ્યક્તિએ જીવનમાં કોઈ ભૂલ કરી હોય તો તેમને સુધારવાની તક ના આપી શકાય?! ત્રીજી તસવીર મુંબઈના વિશ્વવિખ્યાત લાલબાગના રાજા ગણપતિની છે અને ત્યાં જઈ રણવીર કપૂર અને આલિયા ભટ્ટે ફિલ્મના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આશીર્વાદ લીધા હતા અને આ ફિલ્મ સફળ થઈ છે!!

આ ફિલ્મનો સંદેશ પરમેશ્વરે સર્જેલા ‘પ્રેમના તત્વો’ પર છે જ્યારે તમામ શસ્ત્રો નિષ્ફળ જાય છે ત્યારે ‘પ્રેમ’ એ તમામ ક્ષેત્રે જીવનનો ઉધારક બનાયા ના દાખલા નોંધાયેલા છે રાધાકૃષ્ણનો સંબંધ એ તેનો પ્રથમ મહાન ઉદાહરણ છે બીજી ઐતિહાસિક ઉદાહરણ લઈએ તો એક મુસ્લિમ રાજા અને એક હિંદુ મહારાણી જાેધાબાઈએ મુસ્લિમ રાજા ને રાખડી બાંધી ત્યારે હિન્દુ રાણીના રાજ્યનું રક્ષણ કરવા મુસ્લિમ રાજાએ લશ્કર મોકલ્યું હતું

આ પણ ઉમદા પ્રેમનું ઉદાહરણ છે! અર્જુન અને શ્રીકૃષ્ણના મૈત્રી પૂર્ણ સંબંધોમાં પણ પ્રેમની ભૂમિકા મહત્વની હતી. ખલીલ જીબ્રાન અને તેના સાથી મિખાઈલ નેમીના પ્રેમને લઈને એક સાહિત્યકાર નું સર્જન થયું હતું! અને આ જ વાત ફિલ્મ બ્રહ્માસ્ત્રની નાયકા નો પ્રેમ એ શાસ્ત્રની તાકાત બન્યો

જાે આ વસ્તુ ભારતમાં કટ્ટરવાદીઓ અને રૂઢીચુસ્તવાદીઓ સમજે તો આ ધરતી પર પ્રેમની સંવેદનો સ્વર્ગ રચાતા કોઈ રોકી શકશે નહીં અને કટરવાદીઓ સાફ થઈ જશે માનવ જીવનનું બ્રહ્માસ્ત્ર પ્રેમ છે એનો તેનો સંદેશો શ્રી પરમેશ્વર આપે છે! બ્રહ્માસ્ત્ર ફિલ્મે તો આ સંદેશો પુનઃ જીવન કર્યો છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

“ખીલવા ના દે તે ભય કરમાવા ન દે તે પ્રેમ”! – શેક્સ પિયર

ટેનિસન નામના વિચારકે સરસ કહ્યું છે કે “જે કોઈ આકર્ષક અને સુંદર લાગે તે સદાય શ્રેષ્ઠ નથી હોતું પણ જે શ્રેષ્ઠ હોય તે સદાય સુંદર હોય છે”!! શેક્સ પિયર નામના સાહિત્યકાર અને વિચારતા કે કહ્યું છે કે “ખીલવા ન દે તે ભય અને કર્માવવા ના દે તે પ્રેમ”!!

દેશમાં બોલીવુડની અનેક ફિલ્મ નિષ્ફળ ગયા બાદ આવેલ બ્રહ્માસ્ત્ર ફિલ્મ ભારત ના થિયેટરોમાં રજૂ થયેલી છે અને હજારો પ્રેક્ષકો આ ફિલ્મ જાેવા માટે જઈ રહ્યા છે! અને આશરે ૪૪૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મને આર્થિક કોઈ નુકસાન નહીં થાય તેવા સંકેતો મળી રહ્યા છે

હોલીવુડની ફિલ્મની ફોટોગ્રાફીની કોપી આ ફિલ્મમાં મારાવામાં આવી છે પરંતુ તેની આ ફિલ્મમાં કોપી મારીને પણ ભારતીય પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કર્યા છે!! એની વચ્ચે જે એક ઘટના બની કે મધ્યપ્રદેશમાં ફિલ્મના પ્રમોશન પૂર્વે ફિલ્મના નાયક રણબીર કપૂર અને હિરોઈન આલિયા ભટ્ટ ની ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા ના જવા દીધા

અને આ બંને કલાકારોએ દર્શન કર્યા વગર પાછા જવું પડ્યું?! શું તેમને સત્ય બોલવાની સજા હતી કે દેશના બંધારણ મુજબ અધિકાર ભોગવવાની ના ફરમાની હતી?! પણ જે રીતે લોકો આ ફિલ્મ જાેવા ગયા છે તેમને આ વિવાદની નોંધ લીધી નથી તે સ્પષ્ટ જણાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.