Western Times News

Gujarati News

ભારતીય શેર બજારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે

મુંબઇ, વૈશ્વિક સ્તરેથી મળેલા સુસ્ત પરિણામોના પગલે અને આજે જાહેર થનારી ફેડ પોલીસીને લઈને ભારતીય શેર બજારોમાં પણ ડરનો માહોલ જાેવા મળ્યો.

નવા અઠવાડિયાના પહેલા દિવસે આજે પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સમાં ઘટાડો જાેવા મળ્યો જ્યારે નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યું. ૩૦ અંકવાળો સેન્સેક્સ ૯૩.૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮,૭૪૭.૩૧ ના સ્તરે ખુલ્યો. જ્યારે ૫૦ અંકવાળા નિફ્ટીમાં તેજી જાેવા મળી અને તે ૧૦ અંક ચડીને ૧૭,૫૪૦.૬૫ ના સ્તરે ખુલ્યો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સના ૩૦માંથી ૧૬ શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જાેવા મળ્યા.

સવારે ૯.૫૦ વાગે ભારતીય શેરબજારોની સ્થિતિ જાેઈએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી હાલ ૧૬૬.૬૭ પોઈન્ટના વધારા સાથે ૫૯૦૦૭.૪૬ના સ્તરે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૫૫.૫૦ ના વધારા સાથે ૧૭૫૮૬.૩૦ના સ્તરે જાેવા મળી રહ્યો છે.

નિફ્ટી ટોપ ગેઈનર્સમાં ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્‌સ, બજાજ ફિનસર્વના શેર જાેવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, એક્સિસ બેંકના શેર જાેવા મળ્યા છે.

બજાર ખુલતા જ જે શેરમાં કોહરામ મચ્યો છે તેમાં નિફ્ટી ટોપ લૂઝર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, એશિયન પેઈન્ટ્‌સ, ટાઈટન કંપની, ટાટા મોટર્સના શેર જાેવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્‌સ, ટાઈટન કંપની, ડો.રેડ્ડીઝ લેબ્સ, મારુતિ સુઝૂકીના શેર જાેવા મળી રહ્યા છે.HS1MM


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.