Western Times News

Gujarati News

પત્નિને ઘરમાં પુરી રાખતા ભરૂચ ૧૮૧ અભ્યમ ટીમે ચાર દિવસે મુક્ત કરાવી

૧૮૧ મહિલા હેલ્પલાઈન પાસે નવસારીથી ભાઈએ મદદ માંગતા ગ્રામજનોની મદદથી તાળું તોડી પરિણીતાને છોડાવી

 ભરૂચ, ભરૂચના કંથારિયા ગામે પ્રેમ નગરીમાં ચાર દિવસથી ઘરમાં તાળું મારી પતિએ કેદ કરી રાખેલી પત્નીને ૧૮૧ મહિલા અભિયમની ટીમે છોડાવી હતી.પાંચ વર્ષના લગ્નજીવનમાં પતિને ગામની જ બીજી મહિલા સાથે પ્રેમ થઈ જતા પત્નીને ઘરમાં ગોંધી પતિ ફરાર થઈ ગયો હતો.

નવસારીથી એક વ્યક્તિનો ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવ્યો હતો.તેમની બહેનને બનેવી છેલ્લા ચાર દિવસથી જ ઘરમાં પુરી દીધેલ છે.જેને બહાર કાઢવા અપીલ કરી હતી.અભયમ ટીમ ભરૂચ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘરમાં બંધ કરી બહાર દરવાજાએ લોક મારેલ મહીલાને લોક તોડી બહાર કાઢતાં તેના જીવમાં જીવ આવ્યો હતો.

નવસારી રહેતાં તેમનાં ભાઈને જાણ કરતા તેઓ પોતાની બહેનને સાથે લઈ ગયા હતા.ભરૂચ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં પીડિતાના ભાઇએ ફોન કરી ને જણાવેલ કે ભરૂચ જીલ્લાના કંથારિયા ગામમાં તેમની બેનને તેમના બનેવીએ ચાર દિવસથી ઘરમાં પૂરી રાખ્યા છે.તેમની મદદ માગતાં અભયમ રેસ્કયુ ટીમ ભરૂચ તાત્કાલિક કંથારિયા ગામમાં જઈને તપાસ કરી હતી.

ગામના પ્રેમ નગરી ફળિયામાં તેમનું ઘર મળી આવ્યું હતું.ઘરની બહાર આગળ અને પાછળના દરવાજે તાળું મારેલું હતું. મહીલા ઘરમાં અંદર હતા.તેઓ સાથે સંપર્ક કરતા તેઓ રડતા હતા અને બહાર કાઢવા જણાવતા હતા. જેઓને હિંમત આપી થોડા સમય સહન કરવાં જણાવ્યુ હતું. ત્યાર બાદ ગામનાં આગેવાનોની મદદથી દરવાજાનું તાળું તોડી પીડીત મહિલાને બહાર કાઢવામાં આવી હતી. તેઓ ડરી ગયા હતા.

જેઓને સાંત્વના આપવામા આવી હતી.તેઓએ નવસારી રહેતાં ભાઇ પાસે જવાની ઈચ્છા દર્શાવતા તેમનાં ભાઇને જાણ કરવામાં આવી હતી.તેઓએ પોતાની આપવીતી જણાવતા તેમના લગ્નને પાંચ વર્ષ થયા છે તેવો નવસારીના છે.પતિને ગામની બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય તે અવારનવાર તેમને શારીરિક ત્રાસ આપે છે. પતિ ઘરે પણ આવતો નથી. પીડિતાને ખાવા કે કઈ આપતા નથી.

આ બાબતે પતિ સાથે બોલાચાલી થતા તેમને છેલ્લા ચાર દિવસથી પોતાના ઘરમાં પૂરી દરવાજાએ લોક મારી નીકળી ગયા હતા.પરિણીતા અંદરથી બૂમો પાડતી હતી.આજે એક વ્યકિતએ તેમની બૂમ સાંભળી હતી.તેઓના મોબાઈલથી તેમનાં ભાઈને કોલ કરી ઘરમાં પૂરી તાળું મારી જતા જાણ કરી હતી.નવસારી રહેતાં ભાઈએ ૧૮૧ મહીલા હેલ્પ લાઈનને મદદ કરવા વિનતી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.