Western Times News

Gujarati News

નિવૃત કર્મચારીએ ન્યાય માગવા કોર્ટના ખાવા પડતા ધક્કાને પણ નજર અંદાજ કરી શકાય નહીં

સુપ્રીમ કોર્ટ કહે છે કે પેન્શનનો દાવો કરે છે જે આજીવન મળતો લાભ છે! નિવૃત કર્મચારીએ ન્યાય માગવા કોર્ટના ખાવા પડતા ધક્કાને પણ નજર અંદાજ કરી શકાય નહીં ત્યારે ગુજરાત સરકારે તેમાંથી પ્રેરણા લઈને ગુજરાતમાં પણ પેન્શન યોજના લાગુ કરશે?!

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ઇન્સેન્ટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ઇન્દિરા બેનર્જી તથા જસ્ટિસ મહેશ્વરી ની છે જેમની ખંડપીઠે સરકારી કર્મચારીઓને અપાતા પેન્શન યોજના નું વ્યાપક અર્થઘટન કરતો મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે ભારતના બંધારણની કલમ ૧૪ થી ૧૬ હેઠળ તેના કર્મચારીઓના મૂળભૂત અધિકાર સાથે જાેડાયેલું છે

અને બંધારણની કલમ ૧૪ થી ૧૬ હેઠળ સમાનતાના અધિકારનો ઉલ્લંઘન થાય છે કે નિવૃત કર્મચારી માટે પેન્શન હંમેશા માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે કોર્ટે એવું પણ અવલોકન કર્યું છે કે કાયદામાં સ્પષ્ટ છે કે સરકાર પેન્શન સહિતના નાણાકીય નિયમ ઘડે ત્યારે તેના એકથી વધુ અર્થઘટન થઈ શકે છે

ત્યારે કોર્ટનો ઝોક કર્મચારીની તરફેણમાં હોવા જાેઈએ! પેન્શન નો દાવો એ જે આજીવન મળતો લાભ છે માટે પેન્શન માટે કોર્ટના ધક્કા ખાવા પડે એ યોગ્ય બાબત નથી કર્મચારીને પેન્શન આપવાનો ઇનકાર કરવો એ ખોટું પગલું છે આવું સુપ્રીમકોર્ટે અવલોકન કર્યું છે

તેવા સંજાેગોમાં ગુજરાતના સરકારી કર્મચારીઓ દ્વારા થઈ રહેલી પેન્શન યોજના ના અમલની માગણી સરકારે સ્વીકારી લેવી જાેઈએ બીજી તરફ કોંગ્રેસ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની માગણી વ્યાજબી ગણાવી સ્વીકારી લીધી છે અને ત્રીજી તરફ સરકારી કર્મચારી મહામંડળે કહ્યું છે કે જ્યાં સુધી તમામ માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે!!

ત્યારે ૨૦૨૨ થી ચૂંટણીમાં તેની આડ અસરો ગુજરાત સરકારે રોકવા હકીકતદર્શી પગલા લેવા જાેઈએ એવું હવે તો ભાજપના કાર્યકરો પણ માનતા થયા છે વધતી જતી મોંઘવારીમાં પેન્શન યોજના જ એક ટકી રહેવા માટેનો રસ્તો છે ! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
“કાયદો મનુષ્ય માટે ઘડાય છે મનુષ્યનું નિર્માણ કાયદા માટે નથી”! – ઓલિવર ગોલ્ડ સ્મિથ

ઓલિવર ગોલ્ડ સ્મિથે કહ્યું છે કે “કાયદો મનુષ્ય માટે કરાય છે મનુષ્યનું નિર્માણ કાયદા માટે નથી “!! જ્યારે કોમર્સ કુલરે કહ્યું

છે કે “પૈસા વગરનો માણસ એટલે તીર વગરનું કામઠું”!! ગુજરાતમાં મોંઘવારી અને આર્થિક તંગી અનુભવતા અનેક લોકો પોતાની માગણી માટે આંદોલન કરી રહ્યા છે જેમાં સરકારી કર્મચારીઓની માગણી કરી રહ્યા છે, શિક્ષકો માંગણી કરી રહ્યા છે,

દરેક પોતપોતાના પ્રશ્નને આંદોલન કરી રહ્યા છે અને સરકારી કર્મચારીઓના નેતાઓએ કરેલું સમાધાન તૂટી પડ્યું છે કારણ કે કર્મચારી મંડળના પ્રવક્તા પ્રવીણ સુતરીયા નો આક્ષેપ છે કે સરકારે ૧-૧-૧૬ ના લાભો સિવાય કશું જ આપ્યું નથી જૂની પેન્શન યોજના કે જે રાજસ્થાન, પંજાબ સહિતના અનેક રાજ્યોમાં અમલમાં છે

જ્યારે ગુજરાત સરકારે માત્ર વાયદો કર્યો છે પેન્શન યોજના લાગુ કરી નથી ત્યારે તેવા માહોલ વચ્ચે ભારતની સુપ્રીમકોર્ટે નિવૃત્ત કર્મચારીને ન્યાય માટે કોર્ટના ધક્કા ખાવા પડે તે કોર્ટ નજર અંદાજ કરી શકે નહીં એટલે કોર્ટે એમ કહી કર્મચારીને પેન્શન આપવાનો ઇનકાર એ ખોટું પગલું છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.