Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગવિવિધ શાળાઓમાં યોજાયા મતદાર જાગૃતિ કાર્યક્રમ

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાનાં વિવિધ સ્થળોએ લોકોને મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી. અરવલ્લી જિલ્લામાં અનેકવિધ રીતે નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી પરિચિત કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે.

જીલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. અરવલ્લી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર દ્બીૌહખ્ત, કોલાજ મેકિંગ, રંગોળી સ્પર્ધા યોજી ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.