Western Times News

Gujarati News

એ-૧ સુરેજા ઇન્ડસ્ટ્રીઝે ઇ-બાઇક “એક્સપ્લોઝિવ” માર્કેટમાં લોંચ કરી

અમદાવાદ, અમદાવાદ સ્થિત એ-૧ એસિડ લિમિટેડ ગ્રૂપની એસોસિયેટ કંપની એ-૧ સુરેજા ઇન્ડસ્ટ્રીઝ આજે તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક મોટરસાઇકલ એક્સપ્લોઝિવનું અપગ્રેડ વર્ઝન ગુજરાત માર્કેટમાં રજૂ કરેલ છે.

ભારત સરકારે ઇલેક્ટ્રિક વિહિકલને પ્રોત્સાહન આપવા સુઆયોજિત ઇવી પોલીસી લોંચ કરી છે. તેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇલેક્ટ્રિક વિહિકલના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. એ-૧ સુરેજા ઇન્ડસ્ટ્રીની વર્ષ ૨૦૦૬થી ઇલેક્ટ્રિક વિહિકલના ઉત્પાદનમાં કાર્યરત છે.

કંપનીએ વર્ષ ૨૦૧૩માં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ મોડલ રજૂ કરેલ છે. ત્યારબાદ તેના સતત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી આધુનિક જરૂરિયાત મૂજબ આકર્ષક કલરોમાં ઉપલબ્ધ કરી રહ્યું છે. આ પ્રસંગે કંપનીના સ્થાપક તુષાર સુરેજા, હર્ષદ પટેલ અને ભરત કુમાર પટેલ, જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત ઇલેક્ટ્રિક વિહિકલ માટે ખૂબજ વિશાળ અને જબરદસ્ત સંભાવનાઓ ધરાવતું માર્કેટ છે.

હાલમાં આ માર્કેટ તેની વૃદ્ધિના શરૂઆતી તબક્કામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇવીને પ્રોત્સાહન માટે સંખ્યાબંધ પગલા ભરાતા અને ગ્રાહકોની જાગૃતિમાં વધારો થતાં ઇલેક્ટ્રિક વિહિકલ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ માટે અપાર તકોનું સર્જન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.